- અંજારમાં પોલીસ કર્મીની હત્યા
- શહેરના વિજયનગરમાં આજે સાંજે બન્યો બનાવ
- પોલીસ કર્મીની હત્યાનું કારણ અંગત અદાવત
- શહેરમાં પોલીસ કર્મીની હત્યાના બનાવથી ચકચાર
અંજારમાં અંગત અદાવતમાં પોલીસ હેડકોન્સટેબલને કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ગત ઢળતી સાંજે બનેલી ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને આગળની તપાસ આદરી હતી. પ્રાપ્ત પ્રાથમીક વિગતો પ્રમાણે ટાર દિવસ પહેલાં કોઇ બાબતે થયેલી બોલાચાલી બાદ આ ઘટનાને અંજામ અપાયો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાથમીક વિગતો પ્રમાણે, દયાપર ખાતે આર્ટિફિશિયલ વોકીટોકી વિભાગમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય વિજય ખીમજીભાઇ ચૌહાણને ચાર દિવસ પહેલાં ગુટખા થૂંકવાની બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી અંદાજે ૧૯વર્ષીય સુનિલ ઉર્ફે મુન્નો મહેશ્ર્વરી નામના ઇસમે અંજારના વિજયનગર વિસ્તારમાં કુહાડીના ઘા માથા અને પગમાં મારી કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો.
ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. મોડી સાંજે બનેલી ઘટનામાં મોડે સુધી આ બનાવનો તાગ મેળવવાની તજવીજમાં પરોવાયેલી પોલીસે આરોપીને રાઉન્ડઅપ પણ કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકનો એક ભાઇ ભચાઉ પોલીસ મથકે ફરજ બજાવે છે તો એક ભાઇ અંજાર વિભાગના ડિવાયએસપીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહૃાા છે.હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. સરેઆમ પોલીસ કર્મીને કુહાડીના ઘા મારીને કરાયેલી હત્યાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
