Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં એરપોર્ટ (Airport) પર કામ કરતી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલ રાત્રે તંદુર હોટલમાં યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જોતાં હોટલનાં સ્ટાફે પોલીસને જાણ કરી હતી. તેની સાથે આવેલો યુવક ફરાર હોવાની પણ પોલીસે નોંધ લીધી હતી. આ મામલે ગુનો નોંધી તપાસ ઝડપી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આવેલા રામોલ (Ramol) વિસ્તારમાં રહેતી એરપોર્ટ પર કામ કરતી એક યુવતી નસરીન અન્સારીનો મૃતદેહ તંદૂર હોટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે શું કોઈ યુવક યુવતી સાથે હોટલમાં આવ્યો હતો અને પછીથી ચાલ્યો ગયો હતો. યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. પોલીસ હાલમાં રહસ્ય ઉકેલવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે.
રવિવાર સાંજે એરપોર્ટ નજીક તંદૂર હોટેલમાં તેમના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંદર્ભે, એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. તેમજ અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની શરૂઆતની તપાસમાં, એક યુવક તેની સાથે રૂમમાં ગયો હતો. જે બાદ તે યુવક ત્યાંથી જતો રહ્યો હતો. એવી પણ શંકા છે કે યુવતીની હત્યા હોટલના રૂમમાં કરવામાં આવી હતી. જોકે, પોલીસ હાલમાં તે યુવકની શોધ કરી રહી છે જે યુવતી સાથે હોટલના રૂમમાં ગયો હતો.
આ પણ વાંચો:ઝારખંડના ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
આ પણ વાંચો:અમદાવાદના વાસણા બેરેજ પાસે કાર ખાબકતાં 2 યુવકોના મૃતદેહો મળ્યાં, 1ની શોધખોળ યથાવત્
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કોર્પિયો કાર ખાબકવા મામલે ત્રીજા યુવકનો મૃતદેહ મળ્યો
