યુરોપિયન દેશ ફ્રાંસમાં મંકીપોક્સનો મોટો કહેર જોવા મળી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં કુલ 1,700 કેસ મળી આવ્યા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ફ્રાન્સિસ બ્રાઉને આ વાતની પુષ્ટિ કરી છે. બ્રાઉને કહ્યું કે, દેશમાં મંકીપોક્સ માટે 100 રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આના દ્વારા અત્યાર સુધીમાં 6,000 લોકોને મંકીપોક્સના જોખમને ટાળવા માટે રસી આપવામાં આવી છે. તેમણે અપીલ કરી છે કે, જો કોઈને મંકીપોક્સના લક્ષણો દેખાય છે, તો તેણે શક્ય તેટલી વહેલી તકે સ્વ-અલગ થઈ જવું જોઈએ.
તેમણે સ્વીકાર્યું કે દેશમાં મંકીપોક્સ વધ્યું છે, પરંતુ એમ પણ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી અને સરકાર રસીકરણ કેવી રીતે વધારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણે કહ્યું હતું કે, ‘મને અત્યાર સુધી જે દર્દીઓ મળ્યા છે તેમાંથી મોટાભાગના એવા છે જેઓ ગે છે અને અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવે છે. પરંતુ અન્ય લોકો પણ મંકીપોક્સનો શિકાર બની શકે છે, જેઓ આ લોકોના સંપર્કમાં આવ્યા હશે. તેથી જ મંકીપોક્સથી પીડિત લોકોએ પોતાને અલગ રાખવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
ફ્રાન્સમાં, મંકીપોક્સના દર્દીઓની સૌથી વધુ સંખ્યા પેરિસ અને તેની આસપાસના વિસ્તારોમાં છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં પેરિસમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવશે. જણાવી દઈએ કે, શનિવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સને હેલ્થ ઈમરજન્સી ગણાવી હતી અને કહ્યું હતું કે, તે ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના 75 દેશોમાં મંકીપોક્સના કુલ 16 હજાર કેસ નોંધાયા છે. એટલું જ નહીં આફ્રિકામાં આ વાયરસથી પીડિત 5 લોકોના મોત પણ થયા છે. આફ્રિકાની બહાર, મંકીપોક્સના કેસો સામાન્ય રીતે એવા લોકોમાં જોવા મળે છે જેઓ સમલૈંગિક હોય છે.
આ પણ વાંચો:સોનિયા ગાંધીની EDની પૂછપરછ પૂરી, લગભગ 6 કલાક સુધી સવાલ-જવાબ ચાલ્યા
