Ahmedabad News/ અમદાવાદમાં RTO વિભાગ એક્શનમાં, 2.27 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદમાં RTOએ 45 દિવસમાં ટ્રાફિક ભંગના કુલ 9,932 કેસ નોંધીને સોંપો પાડી દીધો છે. આ મેગાડ્રાઇવમાં હેલમેટ ન હોવુ, ટ્રાફિક નિયમ ભંગ, ઓવરસ્પીડ, એલઇડી લાઇટ સહિતના અનેક કેસ કરવામાં આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
RTOએ અમદાવાદમાં 45 દિવસમાં કુલ 9,932 કેસ નોંધ્યા

Ahmedabad News:  અમદાવાદમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)  વિભાગ એક્શનમાં આવ્યો છે. તેણે ફક્ત દોઢ મહિનામાં 2.27 કરોડનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં RTOએ 45 દિવસમાં કુલ 9,932 કેસ નોંધ્યા છે. આમ બે મહિનામાં તેની કાર્યવાહીનો આંકડો દસ હજારથી પણ વધુ કેસને વટાવી જઈ શકે છે. આના પરથી વિભાગ દ્વારા કેટલી ત્વરાએ અને કેટલી આક્રમકતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ દેખાય છે.

RTO ની મેગાડ્રાઇવ

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે આરટીઓ વિભાગ એકદમ સક્રિય થઈ ગયો છે. આમ નિયમનો ભંગ કર્યો છે તો તમારી ખેર નથી તેવી વાત છે. અમદાવાદમાં ટ્રાફિક ભંગના નોંધાયેલા કેસોમાં મુખ્યત્વે ટ્રાફિક લાઇટનો ભંગ, એલઇડી  (LED) લાઇટ, ઓવરસ્પીડ (Overspeed) સહિતના વિવિધ પ્રકારના કેસો જોવા મળ્યા છે. આ ઉપરાંત આરટીઓવિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ તે સતત આ ડ્રાઇવ ચાલુ રાખવાનું છે.

ટ્રાફિકમાં નિયમભંગ વધતા વિભાગ સક્રિય થયો

અમદાવાદમાં ટ્રાફિકનું પ્રમાણ ખાસ્સુ વધી ગયું છે અને તેના કારણે ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર જોવા મળે છે. આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી તે છે. આના પગલે તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવા માટે અને બંગ કરનારાને દંડવા માટે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.  અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દિવસ વીતેને ત્યાં કોઈને કોઈ અકસ્માતના સમાચાર જોવા મળે છે. આના કારણે છેવટે  તંત્ર સક્રિય થયું છે. તેણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવા માંડ્યા છે.

હેલમેટ ન પહેરનારા વાહનચાલકો દંડાયા

ટ્રાફિક વિભાગની સક્રિયતાના લીધે ખાસ કરીને હેલમેટ (Helmet) ન પહેરનારા વાહનચાલકોને ખાસ્સા પ્રમાણમાં દંડાયા છે. તેના કારણે આ વાહનચાલકોમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક સ્થળોએ  ટ્રાફિક પોલીસે દયા દાખવીને વાહનચાલકોને જવા દીધા હતા. કેટલાય વાહનચાલકોના હેલ્મેટ વગરના ફોટા આ ડ્રાઇવ દરમિયાન પાડવામાં આવ્યા હતા. તેમા કેટલાય સગીર વાહનચાલકો પણ દંડાયા હતા. કેટલાય વાહનચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ઝડપાયા હતા.


આ પણ વાંચો: RTO ચલણની ફેક લિંકે વેપારીને કંગાળ બનાવ્યો, એકાઉન્ટમાંથી રૂ. 4.48 લાખ ગાયબ

આ પણ વાંચો: ગીરસોમનાથ RTO દ્વારા ફિટનેસ કેમ્પ બંધ: વાહન ચાલકોને ભારે હાલાકી, સરકાર સમક્ષ ફરી શરૂ કરવા માંગ

આ પણ વાંચો: શાહીબાગ RTO સર્કલ પાસે ચક્કાજામ, ટ્રાફિક જામ થતા વાહનચાલકો ફસાયા