Not Set/ અમદાવાદીઓ થઇ જજો સાવધાન, હવે માસ્ક ન પહેરવા પર થશે મોટો દંડ

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદથી સામે આવી રહ્યા છે. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેસિંગ, કામ વિના ઘરની બહાર ન નિકળવુ, ઘરની બહાર નિકળો તો માસ્ક પહેરીને નિકળો જેવા સરકાર દ્વારા જનતાની ભલાઇ માટેનાં નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે તેનુ કેટલુ પાલન થઇ રહ્યુ છે, તે […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદથી સામે આવી રહ્યા છે. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેસિંગ, કામ વિના ઘરની બહાર ન નિકળવુ, ઘરની બહાર નિકળો તો માસ્ક પહેરીને નિકળો જેવા સરકાર દ્વારા જનતાની ભલાઇ માટેનાં નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે તેનુ કેટલુ પાલન થઇ રહ્યુ છે, તે સૌ કોઇ જાણે છે. આ કડીમાં હવે અમદાવાદમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદમાં હવે માસ્ક ન પહેરીને ફરતા લોકો માટે દંડની રાશીને વધારી દેવામાં આવી છે. માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને હવે રૂપિયા 500 નો દંડ થશે. જે આ પહેલા રૂપિયા 200 હતો. IAS રાજીવ ગુપ્તાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે હવે પાનનાં ગલ્લા પાસે થૂંકવા માટે દુકાનદાર પર દંડ થશે. દુકાનદારને આ નિયમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો તેનુ પાલન નહી થાય તો તેમને રૂપિયા 10 હજારનો દંડ થશે.