Gujarat News : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનું આજનું પેપર પૂર્ણ થઈ ચૂક્યું છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર સરળ હતું પરંતુ ધો. 12 સાયન્સમાં કેમેસ્ટ્રીના પેપરમાં 5 MCQએ વિદ્યાર્થીઓને મુઝવણમાં મુક્યા હતા. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને આ વિષય થોડો અધરો લાગતા થોડો ડર હતો પરંતુ, પેપર આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા ખુશખુશાલ હતા.એક્સપર્ટ શૈલેષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-12 સાયન્સમાં આજના કેમેસ્ટ્રી ના પેપર માં 50 માર્કના MCQ છે તે ટેક્સબુકની લાઈન આધારિત હતા.
જેથી, જે વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક ટેક્સ બુક વાંચી હોય તેઓને પેપરમાં કોઈ વાંધો આવ્યો ન હતો. અમુક પ્રશ્નોમાં ગણતરી કરવી પડે તેવું હતુ. જેમાં એક પ્રશ્ન એવો દેખાય છે કે જેમાં 2 જવાબ આવી શકે. કોડ નંબર 6 માં 24 મો પ્રશ્ન છે. જેમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા 1 લેવામાં આવે તો C ઓપ્શન સાચો થાય અને 2 ઇલેક્ટ્રોન લેવામાં આવે તો B ઓપ્શન પણ સાચો ગણાય. સમીકરણને એક ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન લઈને પણ બેલેન્સ કરી શકાય.ધોરણ 12 સાયન્સમાં આજે કેમેસ્ટ્રીનુ પેપર નબળા અને મધ્યમ વિદ્યાર્થીઓ માટે અઘરું રહ્યું હતું તો હોશિયાર વિદ્યાર્થીઓને MCQ માં 5 માર્ક કપાઈ તેવું છે.

ગત વર્ષ ની તુલનામાં આ વખતે કેમેસ્ટ્રી નું પેપર લાંબુ ન હતું પરંતુ તેમાં બ્લુ પ્રિન્ટથી બહાર જઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના સવાલો 25 ને બદલે 35 પૂછી નાખ્યા હતા. જેથી ઓર્ગેનિક કેમેસ્ટ્રી નબળું હોય તેવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી જ્યારે એક MCQમાં 2 જવાબ આવતા હોવાથી તેનું માર્ક્સ બોર્ડ દ્વારા આપવામાં આવશે કે કેમ તે બાબતે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે.
ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સની તુલનામાં કેમેસ્ટ્રી નું પેપર થોડું અઘરું લાગ્યું. NCERT આધારિત પાઠ્યપુસ્તકો મૂજબ લાઇન ટુ લાઈન પુછવામાં આવ્યુ હતુ. જેમાં 5 MCQ અઘરા લાગ્યા હતા. જેને લીધે વિદ્યાર્થીઓ થોડા મૂંઝાયા હતા. જોકે 100 માંથી 95 જેટલાં માર્કસ આવશે.ધો. 10ના ગણિતના પેપર અંગે એક્સપર્ટ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, નોર્મલી જોવા જઇએ તો સ્ટાન્ડર્ડ અને બેઝિક અલગ થયું એનો મિનિંગ એવો હતો કે સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર વેઇટેજ ગવર્મેન્ટે અલગ કર્યું છે.
એમાં જે થોડો અઘરો પાર્ટ જે કહેવાય સ્ટાન્ડર્ડના પેપરમાં લીધો છે, પણ આજના બંને પેપર જોતા એવું લાગે છે કે, સ્ટાન્ડર્ડનું પેપર પણ બહુ જ ઇઝી છે અને બેઝિકનું પેપર પણ બહુ જ ઇઝી છે.જો વિદ્યાર્થીએ ટેક્સ બુક ઉદાહરણ સાથે તૈયાર કરી હશે તો એને આખા પેપરમાં ક્યાંય વાંધો નહીં આવ્યો હોય. હા થોડાક પ્રશ્નો થોડા મોડીફાઇ કરીને પૂછ્યા છે. એમાં પણ મોડીફાઇમાં એ ખાલી નામ બદલ્યા છે. ચોપડીના બેઠા ઉદાહરણના દાખલા આપ્યા છે. સ્વાધ્યાયના દાખલા છે. ખાલી નામ બદલાયા છે. કોઈ જગ્યાએ ડિજીટ બદલાયા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ વખતે બોર્ડે એક વસ્તુ નવી કરી છે એ સારી દેખાઈ કે વ્યાખ્યાઓ પૂછવાની ચાલુ કરી. એટલે કે તમે સ્ટાન્ડર્ડનું પેપર લો કે બેઝિકનું પેપર લો એમાં વ્યાખ્યાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે જે બેઝિક કન્સેપ્ટ છે. બીજું બેઝિકના પેપરની અંદર એક કેસ સ્ટડી બેઝ પ્રશ્નો જે સીબીએસસી પેટર્નમાં પૂછાતો હોય છે એ પણ એમણે એડ કર્યો છે. આ એક પ્રયત્ન કર્યો છે તે એક સારી બાબત છે કે વિદ્યાર્થીઓને આવી નીત નવીન વસ્તુઓ પણ જાણવાનો મળશે.
હું તમને એક વસ્તુ ગેરંટી મારીને કહું કે, 80 માંથી 80 લાવનારાઓની સંખ્યા અઢળક હશે. એમના આખા વર્ષની મહેનતનો આજે ખૂબ સારું પરિણામ આવ્યું છે. સહેજ પણ બોર્ડ એમણે નાસીપાસ કર્યા નથી અને આ પેપર એવું છે કે દૂરના ગામડામાં રહેનારો વિદ્યાર્થી પણ બહુ જ સારી રીતે પેપર લખી શકશે. પાસિંગનો રેશિયો બહુ ઊંચો જશે. મેથ્સનો પાર્સિંગ રેશિયો જે પર્સન્ટેજ હોય છે એ લગભગ 80 ટકા પ્લસ કદાચ એનાથી વધારે હોઈ શકે છે અને બોર્ડે ખૂબ સારું કામ કર્યું છે.
વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે અને આવાજ પેપર આપવા જોઈએ.સ્કૂલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરીએ જણાવ્યું કે, આ મુદ્દે જરૂરી તપાસ કરવામાં આવશે. જો સ્કૂલ તરફથી કોઈ બેદરકારી દાખવાઈ હોય, તો યોગ્ય પગલાં ભરવામાં આવશે.જ્યારે આ ઘટના અંગે વાલીઓને ખબર પડી, ત્યારે તેઓ શાળામાં એકત્રિત થયા અને જવાબદારી નક્કી કરવા માટે પ્રિંસિપાલ પાસે જવાબ માગ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળાની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અડચણ પડી છે, અને આના કારણે તેઓના ગુણ પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો: AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા 2 વર્ષમાં રૂ. 6.38 કરોડની આવક થઈ
આ પણ વાંચો: AUDA ની વર્ષ 2041 ડેવલપમેન્ટ પ્લાન, SP રીંગ રોડની સમાંતર નવો રીંગ રોડ બનાવવામાં આવશે
આ પણ વાંચો: AMC તથા AUDA દ્વારા અંદાજે 154 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ
