રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી એલેક્ઝાન્ડર ડુગિનની પુત્રીની હત્યા કરવામાં આવી છે. એલેક્ઝાન્ડર ડુગિનની પુત્રી ડારિયા ડુગિનનું કાર વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. કારને ફૂંકી મારવામાં આવી છે. મળતી માહિતી મુજબ એલેક્ઝાંડર ડુગિન નિશાના પર હતો. આ વિસ્ફોટ મોસ્કો નજીક થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં એલેક્ઝાંડર ડુગિન બેસવાના હતા પરંતુ અચાનક તેણે તેમાં ન બેસવાનો નિર્ણય કર્યો.
એલેક્ઝાન્ડર ડુગિન બરાબર એક વર્ષ પહેલાં જે પોસ્ટ કર્યું હતું તે આજે સાચું પડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “જે મને નથી મારતો તે બીજાને મારી નાખે છે.”
