ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. બસ્તી જિલ્લાના મુંડરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-28 ખજૌલામાં આ અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર કાબુ બહાર જઈ ઝાડ સાથે અથડાઈ હતી. આ સ્કોર્પિયો વાહનમાં મોતીલાલ સિંહ તેમની પત્ની સાથે સવાર હતા અને ડ્રાઈવર વાહન ચલાવી રહ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ છે, જેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. મોતીલાલ સિંહની પત્નીની હાલત નાજુક છે. એક પ્રાણીને બચાવવાના લીધે આ માર્ગ અકસ્માત થયો હતો.
ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેમ્પ ઓફિસમાં પોસ્ટ કરાયેલ પબ્લિક જનરલ રિડ્રેસલ ઓફિસર (OSD )મોતીલાલ સિંહનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા બાદ મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરમાં જોડાયા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળતા હતા.
