છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના જોડાણને લઇ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં પણ બે નેતાઓના નિવેદનોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભાજપ અને શિવસેના બંને પક્ષો એકબીજાને ‘મિત્રો’ કહેતા હતા. આ પછી રાજકીય કોરિડોરમાં ચર્ચાઓનું બજાર ગરમાયું હતું. હવે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે. જ્યારે તેમને શિવસેના અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ક્યાંય જતા નથી.
એક રીતે શિવસેના અને ભાજપના એક સાથે થવાની અટકળોનો અંત લાવતા સીએમ ઠાકરેએ કહ્યું કે, હું આજે પણ અજિત પવાર અને બાળાસાહેબ થોરાટ સાથે બેઠો છું. હું ક્યાંય જતો નથી. ” એનસીપી નેતા અજિત પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન છે.
I am still sitting with Ajit Pawar and Balasaheb Thorat. I am not going anywhere: Maharashtra Chief Minister Uddhav Thackeray on speculations of Shiv Sena-BJP coming together pic.twitter.com/EpOVCYTbl7
— ANI (@ANI) July 6, 2021
હકીકતમાં, શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવેદનોએ ઘણી ચર્ચાઓને વેગ આપ્યો. સંજય રાઉતે તાજેતરમાં જ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોની તુલના ફિલ્મ અભિનેતા આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે કરી હતી. તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપ વચ્ચેની મિત્રતા આમિર ખાન અને કિરણ રાવની જેમ અકબંધ રહેશે. બંને પક્ષોનાં માર્ગો જુદાં છે પણ અમે મિત્રો છીએ.
બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેના સાથે કેટલાક મતભેદો થઈ શકે છે, પરંતુ અમે દુશ્મનો નથી. પૂછવામાં આવ્યું કે શું ભૂતપૂર્વ સાથીઓ ફરી એક સાથે આવે તેવી સંભાવના છે, ત્યારે ફડણવીસે કહ્યું હતું કે પરિસ્થિતિને આધારે “યોગ્ય નિર્ણય” લેવામાં આવશે.
