બાલાકોટ એરસ્ટ્રાઈકને લઈને અમિત શાહે શ્યામ પિત્રોડાને નિશાન બનાવ્યા છે. પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર પુરાવા માંગ્યા હતા.જેના પર અમિત શાહે કહ્યું કે,શ્યામ પિત્રોડાએ ગઇકાલે એરસ્ટ્રાઈક પર પુરાવા માંગ્યા હતા. શું પાકિસ્તાનને આતંકવાદનો જવાબ આપવો ન જોઈએ. જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે, ત્યારે કોંગ્રેસ રાજકારણ અને વોટ બેંકનું રાજકારણ કરે છે. શું વોટ બેંકની રાજનીતિ શહીદોથી ઉપર થઇ શકે છે. કોંગ્રેસના આ નિવેદનથી જવાનોની સહાદતનું અપમાન થયું છે. દેશને નુકસાન પહોંચાડનારા લોકોનું ઉત્સાહમાં વધારો થયો છે.
કોંગ્રેસના પ્રમુખે એર સ્ટ્રાઈક પર ઉભા થયેલ પ્રશ્નોના જવાબ માંગ્ય હતા. કોણે જવાબ માંગ્યા છે, તમે સેના પર સવાલ ઉઠવી રહ્યા છો? તમારે તેનો જવાબ આપવો જોઈએ. યુપીમાં કોંગ્રેસ પ્રમુખે સર્જીકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું કે તમે લોહીની દલાલી કરો છો. તમે કોની હત્યા કરવા માંગો છો. આખો દેશ તેને સમજે છે.
જેએનયુ માં જયારે નારા લાગે છે, ત્યારે તમે ત્યાં પણ પહોંચી જાવ છો. આ પણ વોટ બેંકની રાજનીતિ છે. ગઈકાલે આવેલ નિવેદનથી કોંગ્રેસ બાજુ પર હતી ગઈ છે. જનતા આને ખુબ રીતે સમજે છે. ક્યારેક બીકે હરિપ્રસાદ, ક્યારેક દિગ્વિજય સિંહ, ક્યારેક કપિલ સિબ્બલ તો ક્યારેક નવજોત સિંહ સિદ્ધુના નિવેદનને વ્યક્તિગત જણાવતા. તેમને કંઈ થતું નથી તેઓ કોંગ્રેસ અધ્યક્ષની આસપાસ રહે છે. દેશના લોકો આ સમજી ગયા છે. કોંગ્રેસ પ્રમુખે આ માટે દેશની માફી માગી લેવી જોઈએ.
