Ahmedabad News/ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે બાળકો ગુમ થતાં લોકોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

બે દિવસમાં બે બાળકો ગુમ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના અમરાઈવાડી વિસ્તારમાં બે બાળકો ગુમ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ હજુ બાળકો ન મળી આવતા લોકોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે.

અમદાવાદમાં બે દિવસમાં બે બાળકો ગુમ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. માહિતી મુજબ ગુમ થયેલા બે બાળકો એકબીજાના મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. કૌશિક પરમાર નામનો બાળક 3 દિવસથી ગુમ થયાનુ માતાપિતાએ પોલીસ સ્ટેશન(Police Station)માં ફરિયાદ કરી હતી. બાળકોને તાત્કાલિક શોધી આપવા રજૂઆત કરી છે. છેલ્લા બે દિવસથી બાળકો મળી ન આવતાં માતાપિતા સહિત પરિવારના લોકોએ અમરાઈવાડી (Amraiwadi) પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ માટે 5 લાખનું ઈનામ જાહેર, લાડકવાયો પોપટ થયો ગુમ

આ પણ વાંચો:પોલીસની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ, ગુમ થયેલ પાકિટ મળી આવતા કર્યું પરત

આ પણ વાંચો:27 વર્ષ પહેલા ગુમ થયો હતો પતિ, કુંભમાં ‘અઘોરી સાધુ’ના રૂપમાં જોઈને પત્ની ચોંકી ગઈ, બંને મળ્યા ત્યારે શું થયું?