Not Set/ અકસ્માત/ ટ્રકનું ટાયર ફાટતા, રોડ પર ઉભેલા યુવકને વાગી ટક્કર, થયું મોત

અરવલ્લીઃ ટેન્કરનું ટાયર ફાટતા અકસ્માત શામળાજીના ખોડંબા પાસે ટેંકરની ટક્કરે એકનું મોત બાઈક સાથે રસ્તામાં ઉભા રહેલ બાઈક ચાલકનું મોત અકસ્માતમાં હઠીપુરા દૂધમંડળીના સેક્રટરીનું મોત શામળાજી પોલીસે હાથ ધરી તપાસ શનિવારે ફરી એકવાર રાજ્યમાં અકસ્માતની ઘટનામાં રોડ પર લોહી રેડાયું હોવાની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે બાઇક સામસામે ટક્કરાતા એક […]

Top Stories Gujarat Others
  • અરવલ્લીઃ ટેન્કરનું ટાયર ફાટતા અકસ્માત
  • શામળાજીના ખોડંબા પાસે ટેંકરની ટક્કરે એકનું મોત
  • બાઈક સાથે રસ્તામાં ઉભા રહેલ બાઈક ચાલકનું મોત
  • અકસ્માતમાં હઠીપુરા દૂધમંડળીના સેક્રટરીનું મોત
  • શામળાજી પોલીસે હાથ ધરી તપાસ

શનિવારે ફરી એકવાર રાજ્યમાં અકસ્માતની ઘટનામાં રોડ પર લોહી રેડાયું હોવાની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે બાઇક સામસામે ટક્કરાતા એક વ્યક્તિનું મોત નિપજ્યાને ગણતરીની કલાકો થઇ છે ત્યાંજ અરવલ્લીમાંથી અકસ્માતનાં કારણે એક વધુ વ્યક્તિનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે.

અરવલ્લીમાં ટેન્કરની ટક્કરે એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. શામળાજી નજીક ટેન્કરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઈવે પર સાઇડમાં ઉભેલા યુવકને ટ્રકની ટક્કર લાગતા મોત થઈ ગયું છે. આ યુવક હઠીપુરા દૂધમંડળીના સેક્રટરી હતો. તો અકસ્માતના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.