Bhavnagar News/ ભાવનગરમાં ચાલુ કારે સ્ટીયરીંગ છોડી દરવાજા પર બેસીને સિગારેટના કશ માર્યા

બાપુ, અમારી જેવું તમારાથી નો થાય’ લખી રીલ્સ મૂકી

Top Stories Gujarat
Beginners guide to 2024 12 11T154459.319 ભાવનગરમાં ચાલુ કારે સ્ટીયરીંગ છોડી દરવાજા પર બેસીને સિગારેટના કશ માર્યા

Bhavnagar News : ભાવનગરમાં ચાલુ કારે એક યુવકે કરેલા કારસ્એતાન ચર્કચાનો વિષય બન્યા છે આ યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કશ ફૂંક્યા હતા, સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી ‘અમારી જેવું તમારાથી નો થાય’ લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટીયરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો.ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસઓજી પોલીસે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરી પોસ્ટ મૂકનાર ઈસમ વિપુલ નટુભાઈ મકવાણા (ઉં.વ.37), રહે સુભાષનગરવાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોતાની ફોર-વ્હીલ ગાડી નંબર GJ 04 D 6415 ઉપર, ચાલુ ગાડીએ બારણું ખોલી ગાડીના બારણા ઉપર બેસી સિગારેટનો દમ મારતો સ્ટંટબાજી કરતી રીલ્સ અપલોડ કરી હતી.

રીલ્સ પર “અમારી જેવું તમારાથી નો થાય” તથા “બાપુ” ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી, આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.થોડા સા ઉપર ચડા કે…સિગારેટ કા ઘુએ કા છલ્લા બના કે….સોચના હૈ ક્યાં…જો હોના હૈ હોગા…ચલ પડે હૈ ફિકરે યારોં… ઘુએ મેં ઉડાકે…..જા ને ક્યાં….હોગા…રામ…..રે….જાને…ક્યાં હોગા…. મોલા રે…… જા ને ક્યાં….હોગા…રામ…..રે….જાને…ક્યાં હોગા…. મોલા રે…… ગીત વાગતા હતું એ દરમિયાન કોઈ પાછળની સીટ પરથી બોલ્યું….. સ્ટીયરિંગ દેખાડી દે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?

આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી