Ahmedabad News/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?

AMCના નવરંગપુરા વોર્ડના કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી છે. સેશન્સ કોર્ટે કાઉન્સિલર નિરવ કવિ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Purple white business profile presentation 2024 10 24T153359.967 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરી 2021માં યોજાઈ હતી. જેમાં નવરંગપુરા વોર્ડના ઉમેદવાર નિરવ કવિને લઈને વિવાદ ઉભો થયો હતો, જેમાં સેશન્સ કોર્ટે ઉમેદવાર સામે આરોપો હેઠળ કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. આ કેસ આગળ ચાલશે કારણ કે પ્રથમ દૃષ્ટિએ કેસ એ છે કે ઉમેદવારે ચૂંટણી લડવા માટે તેની જાતિ બદલી છે.

AMCના નવરંગપુરા વોર્ડના કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી છે. સેશન્સ કોર્ટે કાઉન્સિલર નિરવ કવિ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. 2021ની AMC ચૂંટણીમાં નોમિનેશન ફોર્મમાં ચેડા કરવાનો આરોપ છે જેમાં તેના પર જાતિ પ્રમાણપત્ર સાથે ચેડા કરવાનો આરોપ છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૂંટણી લડવા માટે લઘુમતી હોવા છતાં તેમણે હિંદુ બતાવી ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે.

આ અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડેલા વિજેતા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જાતિ, પ્રમાણપત્ર, જન્મ તારીખ, રહેઠાણના પુરાવા સહિતના ખોટા દસ્તાવેજો રજૂ કરીને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. વર્તમાન સિટી કાઉન્સિલર માટે મુશ્કેલ સમય રહ્યો છે. જેમાં મેટ્રોપોલિટન કોર્ટમાં થયેલી અરજી સંદર્ભે બંને પક્ષો દ્વારા અનેક દલીલો કરવામાં આવી હતી.

નીરવ કવિ હાલમાં નવરંગપુરા વોર્ડનો કોર્પોરેટર છે અને તે પહેલા પણ વિવાદોમાં આવ્યા છે, ભાજપ પક્ષ પણ આ મામલે કંઈ કહેવા તૈયાર નથી, તે સમયે તેનો વિરોધ કરનાર કોંગ્રેસે પણ અરજદારો કોર્ટમાં પણ ગયા હતા. આ વિવાદ અંગે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી. તેમજ આગામી દિવસોમાં કોર્ટ આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે અને સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે

આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો

આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશન ની સામાન્ય સભા પત્રકાર સ્વ. બિપિન શાહ માટે શોક ઠરાવ રજૂ પૂર્વ કોર્પો. સ્વ. મુકેશ પરમાર માટે શોક ઠરાવ રજૂ