Ahmedabad News : અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓ સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી હોવા અને કથિત ડમી કલ્ચરની શંકાને લઈને બોર્ડે સંબંધિત શાળાઓને શો-કોઝ નોટિસ (Ahmedabad Schools Notice) ફટકારી છે.
Ahmedabad Schools Notice: 30%થી ઓછી હાજરી મળતા GSHSEBની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, બોર્ડ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકા કરતાં પણ ઓછી નોંધાઈ હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈ બોર્ડે શાળાઓની કાર્યપદ્ધતિ અંગે સવાલો ઉઠાવ્યા છે અને માન્યતા રદ કેમ ન કરવી તે અંગે સ્પષ્ટ જવાબ માંગ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના સાયન્સ સિટી અને નરોડા વિસ્તારની કેટલીક શાળાઓ બોર્ડ (Ahmedabad Schools Notice)ના રડારમાં આવી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડનું માનવું છે કે નિયમિત શિક્ષણ અને હાજરીના નિયમોનું પાલન થવું જરૂરી છે, પરંતુ કેટલીક સંસ્થાઓમાં તેની અવગણના થતી હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરીને ડમી કલ્ચરનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા માટે શાળામાં નોંધાયેલા હોય છે, જ્યારે તેઓ નિયમિત વર્ગખંડમાં હાજરી આપતા નથી. આવી પ્રવૃત્તિઓ શિક્ષણની ગુણવત્તા અને નિયમોની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
ગુજરાત બોર્ડે સંબંધિત શાળાઓને નોટિસ (Ahmedabad Schools Notice) પાઠવી જરૂરી સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું છે. જો શાળાઓ સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ જશે તો તેમની સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે. તેમાં માન્યતા રદ કરવા સહિતની કાર્યવાહીનો પણ સમાવેશ થઈ શકે છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં ડમી કલ્ચર અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી અંગે ચર્ચા શરૂ કરી છે. હવે શાળાઓ તરફથી શું જવાબ આપવામાં આવે છે અને બોર્ડ આગળ શું નિર્ણય લે છે તેના પર શિક્ષણજગતની નજર મંડાઈ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ: કરોડો રૂપિયાનો હિસાબ ક્યાં?
આ પણ વાંચો:અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ
આ પણ વાંચો:‘હિસાબ આપો નહીંતર ગ્રાન્ટ બંધ, અમદાવાદની 153 ગ્રાન્ટેડ શાળાઓને DEOની નોટિસ
