આજના ઝડપી યુગમાં નકલીનો દોર શરૂ થયો છે. ગ્રાહક સુરક્ષાના સ્વાંગમાં આવીને કપડાના વેપારીઓ જોડે ખરીદીના બિલ માંગી દમ મારીને રૂપિયા પડાવી લેવાનો કિસ્સો શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સામે આવ્યો છે,જેમાં વસ્ત્રાપુર પોલીસે આ ટોળકીના 02 સભ્યોની હાલ ધરપકડ કરી લીધી છે અન્ય ફરાર ચાર આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
સુરક્ષાના નામે ઠગાઈ
ડીજીટલ યુગમાં નકલીનો દોર
ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ સાથે ઠગાઈ
ખરીદીના બિલ માંગીને લોકો સાથે કરતા દાદાગીરી
બિલ માંગીને વેપારીઓ પાસે પડાવતા પૈસા

વસ્ત્રાપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ બે શખ્શો અને તેમની ટોળકીના અન્ય ચાર સભ્યો દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ત્રણેક ગારમેન્ટની દુકાનમાં ગ્રાહક સુરક્ષામાંથી આવીએ છીએ તમારી ખરીદીના બિલ બતાડો તેમ કહી વેપારીને દમ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં તોડ કરવાની વૃત્તિથી આ ટોળકી આવી હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે.

ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ સાથે ઠગાઈ આચરવાનું કાવતરું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.જેના પગલે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક કપડાના શો રૂમમાં ગ્રાહક સુરક્ષાના નામે 06 શખ્શો ઘુસી આવ્યા હતા અને વેપારીએ ખરીદેલા કપડાના ઓરિજિનલ બિલ વેપારી પાસે માંગ્યા હતા અને વેપારીને શંકા જતા વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોલીસ આવતાની સાથે જ ડુપ્લીકેટ ગ્રાહક સુરક્ષાના કર્મીઓ નાસી છુટ્યા હતા અને માત્ર 02 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગ્રાહકોના ફાયદા અને નુકશાનની ચિંતા ગ્રાહક સુરક્ષા કરતું હોય છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો ગ્રાહક સુરક્ષાની ખોટી ઓળખાણ આપીને વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે ત્યારે આવા લેભાગુ તત્વો સામે કાયદાકીય કડક પગલાં ભરાઈ શકે તો જ આવા કિસ્સાઓમાં ઘટાડો થઇ શકવાની શક્યતા રહેલી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
