Covid-19/ ગુજરાતમાં સ્કૂલો શરૂ થતાની સાથે કોરોનાના કેસમાં ઉછાળો, સુરત બાદ આ બે શહેરોની શાળામાં ફેલાયો વાયરસ

વાલીઓનો ઓફલાઈન શિક્ષણ માટે જે ડર હતો એ સાચો પડ્યો છે.જયારે બીજી તરફ સરકાર ધોરણ 1 થી 5ના બાળકોને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે.

Gujarat Others

ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન સુરત, નવસારી અને વડોદરાની શાળામાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ શાળા એક સપ્તાહ સુધી બંધ કરી દેવામાં આવી છે.

વડોદરા

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી આનંદ વિદ્યા વિહાર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સ્કુલ એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી. આથી શાળાના આચાર્યએ આ અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા – વિચારણા કરીને ,ધોરણ 10ની ચાલુ પરીક્ષા બંધ કરી દેવામાં આવી અને હવે બાકી રહેલી પરીક્ષા અઠવાડિયા બાદ લેવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો.

નવસારી

નવસારીની સ્કૂલમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. નવસારીની કછોલી મુકબધીર શાળાના ધોરણ 11 અને 12 ના 2 મુકબધીર વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત થયા હતા. જેથી આગામી 14 દિવસ સુધી સ્કૂલને બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. ધોરણ 11 અને 12 ના 2 મુકબધીર વિદ્યાર્થીઓને કોરોના પોઝેટીવ આવતા 6 થી 8 ના તમામ મુકબધીર વિદ્યાર્થીઓને 14 દિવસ માટે પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા. સંક્રમણને પગલે નવસારી આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં સેનેટાઇજેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાલીઓનો ઓફલાઈન શિક્ષણ માટે જે ડર હતો એ સાચો પડ્યો છે.જયારે બીજી તરફ સરકાર ધોરણ 1 થી 5ના બાળકોને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલા પણ અલકાપુરી વિસ્તારની બરોડા હાઇસ્કુલમાં વિધાર્થી કોરોના સંક્રમિત થતા અઠવાડિયા માટે સ્કુલ બંધ કરવામાં આવી હતી. આથી શહેરમાં તંત્ર ફરીથી દોડતું થયું છે. અને શહેરની તમામ શાળાઓને ફરીથી સૅનેટાઇઝ કરવામાં આવી છે. શાળાઓમાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ અંગે ખાસ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.