હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે ખાનગી APMCને મંજુરી આપવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્ન ઉત્તરમાં કૃષિપ્રધાને લેખિત માં જણાવ્યું હતું કે, રાજ્યમાં બે ખાનગી APMC ને મંજુરી આપવામાં આવી છે.

કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર અમદાવાદ અને કચ્છમાં ખાનગી એપીએમસીને મંજૂરીઆપવામાં આપવામાં આવી છે. ત્યારે વિપક્ષે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, સહકારી એપીએમસીને મંજૂરી અપાતી નથી. ખાનગી એપીએમસીની મંજૂરીના પગલે ખેડૂતોને નુક્સાન થીર્હ્યું છે. ખેડૂતને પોતાની ઉપજના પૂરતા ભાવ મળતા નથી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ભાજપના નેતાની ખાનગી એપીએમસીને રાજ્ય સરકારે મંજુરી આપી હતી. ભાજપના એક ધારાસભ્યએ ભાગીદારીમાં કર્ણાવતી એગ્રો માર્કેટીંગ એપીએમસીની શરૂઆત કરી છે. કર્ણાવતી એપીએમસી માટે વિંઝોલની સીમમાં કરોડોની કિંમતની 45 વિઘા જમીન ખરીદવામાં આવી છે અને તેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2007થી 2020માં 31 ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 13 ખાનગી APMCને અત્યાર સુધીમાં મંજુરી માપવામાં આવી છે.
ખાનગી APMCને મંજુરી મળતા સહકારી પડી ભાંગવાનો સૌથી મોટો ભય રહેલો છે. તો તેની સાથે સંકળાયેલા કર્મચારીઓની નોકરી ઉપર પણ જોખમ રહેલુ છે. તો ખાનગી APMCના આગમનથી સહકારી ક્ષેત્રની APMCની સેસની આવક ઓછી થશે. ખાનગી APMC સીધી જ ખેડૂતના ખેતર માં થી ઉપજની ખરીદી કરી શકે છે. ખેડૂતે APMC સુધી જવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહિ રહે. ખાનગી APMCને મંજુરી મળતા રાજ્યની 45 જેટલી APMCના ભાવિ ઉપર ખતરાની ઘંટી વાગી રહી છે.
Vaccine / મેં હમણાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
વડોદરા / સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મોટી સંખ્યામાં કર્મચારી સંક્રમિત
