યમનના રણપ્રદેશમાં થોડા સમય પહેલા જ નરકનો દરવાજો શોધવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે એક એવું સ્થળ છે જ્યાં સાપોનો વસવાટ છે. પથ્થરો ઉપર વિચિત્ર એવી કલાકૃતિઓ બનેલી છે. ત્યાંના ફોટા જોઈને લોકો દંગ રહી ગયા. પરંતુ આના સીવાય પણ પુથ્વી પર અનેક સ્થળ છે જેના વીશે જાણીને હેં..કારો નિકળી જાય. જી હા, એક સ્થળ એવુ પણ છે જેને નરકની આગના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં વર્ષોથી આગ સળગી રહી છે. આગ એટલી તેજ છે કે તેની નજીક જવા પર અવાજ પણ આવે છે.
આ સ્થળ નરકની આગ, શૈતાનનો શ્વાસ, રહસ્યમયી આગ જેવા અનેક નામથી ઓળખાય છે. આ સ્થળ તુર્કમેનિસ્તાનના કારાકુમ રણપ્રદેશમાં છે. વિશ્વભરમાં આ આગ લોકો માટે ચર્ચાનો અને રહસ્યમય વિષ છે. તેને ડોર ટુ હેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક કુદરતી ગેસ છે જે દરવંજા ગામમાં એક ગુફા પાસે સળગે છે. જો કે એ વાતનો કોઈ રેકોર્ડ નથી કે આ આગની શોધ કેવી રીતે થઇ.
આગની જ્વાળાઓને લઇને કહેવામાં આવે છે કે, વર્ષ 1971 માં તેની શોધ કરવામાં આવી હતી જયારે તુર્કમેનિસ્તાન સોવિયત શાસનને આધીન હતું. એક થીયરી મુજબ, ભૂવૈજ્ઞાનિકોએ તેલની ડ્રીલીંગ દરમિયાન કુદરતી ગેસના એક પોકેટ ઉપર ડ્રીલ કરી દીધી. અને એવું માનવામાં આવે છે કે, ડ્રીલના કારણે જ ત્યાંથી મીથેન ગેસ નીકળવા લાગ્યો, જેને ફેલાવાથી રોકવા માટે તેમણે તેને આગ લગાવી દીધી હતી અને ત્યારથી તે સળગી રહી છે.
આ સ્થળને 2013 માં નેશનલ જ્યોગ્રાફિક ચેનલની સીરીઝ ડાઈ ટ્રાઈંગના એક એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું. કેનેડાના શોધકર્તા જોર્જ કૌરોનીસ 100 ફૂટ ઊંડા આગના ખાડામાં ઉતરવા વાળા પહેલા વ્યક્તિ હતા. તે સમયે તેમણે જણાવ્યું હતું કે, આ રણપ્રદેશની વચ્ચે એક જ્વાળામુખી જેવું દેખાય છે.
જોર્જ કૌરોનીસે જણાવ્યું હતું કે, દિવસ હોય કે રાત તે સળગતી રહે છે. જો તમે તેના કિનારા ઉપર ઉભા છો તો આગનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ખાડો 1960 ના દશકમાં બનાવવામાં આવ્યો હતો અને 1980 ના દશક સુધી તેને સળગાવવામાં આવ્યો ન હતો. આ જગ્યાને 2013 માં તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્દીમુહામેદોએ રીઝર્વ જાહેર કરી દીધું હતુ.
