પંજાબ સરકારે અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. દશેરાના દિવસે ટ્રેન દુર્ઘટનામાં ૬૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
પંજાબ સરકારના કેબીનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે કહ્યું હતું કે અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મૃતક લોકોના નજીકના યોગ્ય સંબંધીને સરકારી નોકરી આપવામાં આવશે.
એટલું જ નહી પરંતુ જો કોઈ વડીલ હશે તો તેમને પણ પેન્શન આપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ સરકારે કરેલા વાયદા પ્રમાણે અત્યાર સુધી પાંચ પીડિત પરિવારને આર્થિક સહાયતા માટે ચેક આપ્યો છે.
નવજોત સિદ્ધુએ કહ્યું હતું કે અત્યાર સુધી તે લોકોએ ૪૬ પીડિત પરિવારને ચેક આપી દીધા છે અને બાકી રહેલા ૧૨ લોકોને આવનારા એક-બે દિવસમાં ચેક આપી દેવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે પીડિત પરિવારની મદદ કરવા બાબતે તેઓ વચનબદ્ધ છે.તો બીજી બાજુ ઘણા લોકો પીડિત પરિવારના બાળકોને દત્તક લેવાની ઈચ્છા પણ દર્શાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રાવણ દહન જોવા માટે ઉમટેલી ભીડ ખુદ ટ્રેન નીચે હોમાય જશે એવી કોઈએ કલ્પના પણ કરી હશે નહી. લોકો રાવણ દહનનો નજરો સારી રીતે જોવા માટે ત્યાં ઉભા હતા. અમૃતસર નજીકનાં રેલ્વે ટ્રેક પાસે આ ટ્રેન દુર્ઘટનામાં 61 લોકોનાં મૃત્યુ થયાં હતા.આ ટ્રેન જલંધરથી આવી રહી હતી.
દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.
જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી હતી. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે.
