રાજકોટ/ કોરોનાની મહામારીમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીનો આદેશ આપતા પોલીસ કમિશનર અગ્રવાલ

શહેર પોલીસ દ્વારા જાહેર સ્થળો, ટ્રાફીક પોઇન્ટ, દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનુ વીતરણ કરી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ ઝડપી સંક્રમણ અટકાવવા માટે જાહેર જગ્યામાં નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ

Gujarat Rajkot

 હાલવિશ્વમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ સંક્રમણ ઝડપથી વધી રહેલ છે જેથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી વધુ ફેલાતી અટકે અને લોકો સલામત રહે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવેલ છે જેમા ગુજરાત સરકાર દવારા પણ કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી ફેલાતી અટકાવવા માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે. જેનુ પાલન કરવાથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનો ફલાવો અટકાવી શકાય છે.

આ  પણ વાંચો:ઉત્તરપ્રદેશ / ભાજપે ભૂલથી પોતાના જ ઉદ્યોગપતિ પર દરોડા પાડ્યાઃ અખિલેશ

 ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી તેમજ કર્ફયુનુ પણ ચુસ્તપણે પાલન કરી તેમજ જાહેર જગ્યામા બહાર નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખવા. તેમજ વેકસીન જે ખુબજ સુરક્ષીત છે.

આ પણ વાંચો:બફાટ / મૃત્યુદંડ પણ સ્વીકારું છુ, ફાંસી આપશો તો પણ મારો સ્વર નહી બદલાય : સંત કાલીચરણ

શહેર પોલીસ દ્વારા જાહેર સ્થળો, ટ્રાફીક પોઇન્ટ, દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનુ વીતરણ કરી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ ઝડપી સંક્રમણ અટકાવવા માટે જાહેર જગ્યામાં નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ, સોશ્યલ ડીસટન્સ જાળવવા તેમજ કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી અટકાવવા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ પાલન કરવા જાગૃત કરવામાં આવે.તેમજ જે લોકોએવેકસીન લીધેલ ન હોય તેઓને વેકસીન ના ફાયદાઓ સમજાવી તેઓને પણ વેકસીન લેવડાવવા અપીલ કરવામાં આવે છે.