Political/ સી આર પાટીલના એક નિર્ણયે અનેકના સપના પર પાણી ફેરવ્યું  

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે ત્યારે બેઠકના પ્રથમ દિવસે જ ભાજપે નિતિવિષયક નિર્ણય લેતા પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી છ

Mantavya Exclusive

@સોનલ અનકડટ, મંતવ્ય ન્યૂઝ – ગાંધીનગર

  • મહાનગર માં સેન્સ આપનાર અનેક દાવેદારોના ઓરતાં રહેશે અધૂરા
  • અમદાવાદમાં 90 ટકા શહેર અને વોર્ડના હોદેદારોએ માગી ટિકીટ
  • હોદેદારોને ટિકીટ અપાય તો હોદ્દો છોડાવાશે ખરા?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે ત્યારે બેઠકના પ્રથમ દિવસે જ ભાજપે નિતિવિષયક નિર્ણય લેતા પ્રદેશ પ્રમુખના આ નિર્ણયથી છ મહાનગરપાલિકા વિસ્તારના ભાજપના અનેક સિનિયર નેતાઓના ઓરતા અધુરા રહી ગયા છે. 60 વર્ષથી વધુ વય ધરાવતા અને ત્રણ ટર્મ રહી ચુકેલા નેતાઓને ટીકીટ નહી આપવાની જાહેરાત થઈ છે તો બીજી બાજુ પ્રદેશ પ્રમુખે અગાઉ જાહેર કરેલા કેટલાક નિર્ણયોની અસરથી વોર્ડના અને શહેરના હોદ્દેદારો પણ હવે મુંઝવણમાં મુકાયા છે.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જ્યારથી ચાર્જ લીધો ત્યારથી શરુઆતથી જ તે એક વાત પર ભાર મુકી રહ્યા છે કે ‘એક વ્યક્તિ એક જ હોદ્દો’ તેમજ યુવાનોને તક આપો. આ બંને તેમના વણલખ્યા નિયમ બની ગયા અને પ્રદેશના માળખાની જાહેરાતમાં પણ તેમણે ‘એક વ્યક્તિ એક જ હોદ્દા’નો મોટા ભાગે અમલ પણ કર્યો. આ જ રીતે તેમણે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના પ્રથમ દિવસે જ ત્રણ નિતિવિષયક નિર્ણય લીધા જેના લીધે ભાજપના અનેક સિનિયર નેતાઓના ઓરતા અધુરા રહી ગયા છે. છ મહાનગરપાલિકા વિસ્તાર માટે દાવેદારી કરનાર અનેક દાવેદારો હવે દાવેદારોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ મનપામાં હાલ ચાલુ કોર્પોરેટરોએ પણ ટિકીટો માટે દાવેદારી કરી છે તેમજ પૂર્વ ધારાસભ્યોએ પોતાના માટે અને પોતાના કુટુંબીજનો માટે પણ ટિકીટો માગી લીધી છે. ખાસ કરીને પત્ની અથવા પુત્રને ટિકીટ મળી જાય તેવી આશા રાખીને સૌ બેઠા હતા પણ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી સૌની આશા પર પાણી ફરી વળ્યુ. ન માત્ર પૂર્વ ધારાસભ્યો પણ શહેર અને વોર્ડના હોદ્દાદારોએ પણ ટિકીટો માગી છે ત્યારે પાટીલે ‘એક વ્યક્તિ એક જ હોદ્દા’નો બનાવેલો વણલખેલો નિયમ લાગુ થાય તો શહેર અને વોર્ડના હોદ્દેદારોને ટિકીટ ફાળવણી થશે કે કેમ? તે સવાલ સૌ કરી રહ્યા છે. જાે તેમને કદાચ ટિકીટ ફાળવણી કરી પણ દેવાય તો પછી તેઓ શહેર કે વોર્ડના તેમના હાલના હોદ્દા પર ચાલુ રહેશે કે પછી તેમને રાજીનામુ આપવુ પડશે? તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો લગભગ 90 ટકા વોર્ડના પ્રમુખ, ઉપપ્રમમુખ અને મહામંત્રીએ પોતાના નામની દાવેદારી કરી જ દીધી છે. આવી જ પરિસ્થિતિ અન્ય મહાનગરપાલિકા વિસ્તારમાં પણ છે, તમામ છ મનપા વિસ્તારના મોટા ભાગના શહેર અને વોર્ડના હોદ્દેદારો પોતે દાવેદાર છે. આવા સંજાેગોમાં પાર્લામેન્ટરી બોર્ડ તેમના મુદ્દે શુ નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનેક પૂર્વ ધારાસભ્યો, સિનિયર નેતાઓ, વર્તમાન હોદ્દોદારો કપાઈ રહ્યા છે જેની યાદી પર નજર કરીએ: 

  1. અમદાવાદ મહાનગરપાલિકા

અમદાવાદમાં 20 થી વધુ નેતા કપાયા છે. મેયર બિજલ પટેલ, અમિત શાહ અને ગૌતમ શાહ બાકાત થયા છે. અમિત શાહે તેમના પુત્ર સન્ની માટે ટિકીટ માગી છે જે પણ હવે નહી મળે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના માટે તેમજ પુત્ર માટે પણ ટિકીટ માગી છે, જે હવે નિયમના કારણે નહી મળે.  અન્ય નેતાઓમાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પુષ્પાબેન મિસ્ત્રી, પુલકીત વ્યાસ, દશરથ વાઘેલા, મહેન્દ્ર પટેલ, નયન બ્રહ્મભટ્ટ, મધુબેન પટેલ, નિશાબેન જ્હાની, રમેશ પટેલ, પન્નાબેન રાવ, ઈલાબેન પટેલ, દિલીપ બગરિયા, જયશ્રીબેન પંડ્યા, અજય ભદોરિયા, અરુણા શાહ, રશ્મીકાંત શાહ, કાંતિ પટેલ, કશ્યપ પટેલ, જગદીશ દાંતણિયા, પ્રવિણ પટેલ, બીપીન પટેલ, ક્રિષ્ના ઠાકર, બીપીન સિક્કા, સાધનાબેન જોશી, ચંચળબેન પરમાર, કનુભાઈ ઠાકોર, જેન્તી જાદવ, કુસુમ જોશીનો સમાવેશ થાય છે.

  1. સુરત મહાનગરપાલિકા

સુરત મનપા વિસ્તારમાં ત્રણ ટર્મથી ચૂંટાતા નેતાઓમાં ડો. રમણ પરમાર, મુકેશ દલાલ, પી. એમ. પટેલ, શંકર ચેવલી, ભગવાન સિસારા, મૂળજી ઠક્કર, રાજેશ દેસાઈ, મગનાદેવી શુક્લ, સુભાષ પાટીલ, ડો ડી એમ વાનખેડે, ડો જગદીશ પટેલ (પૂર્વ મેયર), રંજનબેન સરતાનપરા, અનિલ બિસ્કિટવાળા, નીરવ શાહ, રાકેશ માલી, રશ્મિકા પટેલ, પિયુષ શિવશક્તિવાળા, રૂપલ શાહ, સૂચિત્રા પટેલ, હિતેશ ગામીત, અનિલ ગોપલાની, સોમનાથ મરાઠે, દયાશંકર સિંગ સહિતના નેતાઓ…

  1. વડોદરા મહાનગરપાલિકા

વડોદરા મનપા વિસ્તારમાં ભાજપના 14 સિટીંગ કાઉન્સિલર આપોઆપ આઉટ થઈ ગયા છે. 60 વર્ષના માપદંડ પ્રમાણે 11 સિટીંગ કાઉન્સિલર કપાશે અને ત્રણ ટર્મ પુરી કરનારના પરિપ્રેક્ષ્યમાં છ કાઉન્સિલરો કપાશે. સગાવાદના માપદંડથી પણ અનેક નેતાઓના કુટુંબીજનો નિરાશ થયા છે. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પુત્ર ધ્રુમિલ માટે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્ર, પુત્રી અને પત્ની માટે, સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના બહેન માટે,ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુત્ર માટે, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પુત્રી માટે ટિકીટ મેળવવા પ્રયાસ કર્યા છે પણ હવે તેમના ઓરતા અધુરા રહ્યા છે. ત્રણ ટર્મ રહી ચુકેલા નેતાઓમાં સિટીંગ કાઉન્સિલરોમાં વંદના ખોડે, કેતન બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત ઠક્કર, અજિત પટેલ, કંચન રાય,  પૂર્વ મેયર ડો.જીગીષાબેન શેઠનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત  અજિત પટેલ – પુર્વ ચેરમેન,  શકુંતલા શિંદે,કંચન રાય, દક્ષા પટેલ, શકુંતલા મહેતા, ગીતા કાછીયા, જયશ્રી શાહ, ભાવના શેઠ, હસમુખ પટેલ,  વિજય પવાર પણ બાકાત થઈ જશે.  આ ઉપરાંત  અજિત પટેલ – પુર્વ ચેરમેન,  શકુંતલા શિંદે,કંચન રાય, દક્ષા પટેલ, શકુંતલા મહેતા, ગીતા કાછીયા, જયશ્રી શાહ, ભાવના શેઠ, હસમુખ પટેલ,  વિજય પવાર પણ બાકાત થઈ જશે.

  1. રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ અનેક સિનિયર નેતાઓ આ નિયમોથી કપાયા

કશ્યપ શુક્લ, કમલેશ મીરાણી, પૂર્વ મેયર બીના આચાર્ય, મીના પારેખ, ઉદય કાનગડ, નીતિન ભારદ્વાજ, અનિલ રાઠોડ, બાબુ આહીર, રાજુ બોરીચા કપાયા છે. અનેક હોદ્દોદારોએ પોતાના માટે તો કેટલાકે તેમના સગા માટે ટિકીટ માગી છે જેમાં મહામંત્રી જીતુ કોઠારી, મહામંત્રી દેવાંગ માંકડ, મહામંત્રી કિશોર રાઠોડ, મંત્રી દર્શીતા શાહ, ઉપપ્રમુખ પ્રફુલ કાથરોટિયા, શહેર ઉપપ્રમુ પ્રદીપ ડવ સહિતના હોદ્દોદારોને ટિકીટ મળવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

  1. જામનગર મહાનગરપાલિકા

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિયમોને લઈને જામનગર ભાજપમાં સોપો પડી ગયો છે. રાજ્ય મંત્રી હકુભા જાડેજાના પત્ની પ્રફુલ્લાબા સહીત અનેક નેતાઓની ટીકીટ કપાઈ જશે. 

ભાજપના ૧૧ સીનીયર કોર્પોરેટર નહી લડી શકે તો ચાર નેતાઓને ઉમરનો બાધ નડશે. અન્ય ચાર ત્રણ ટર્મ પૂરી કરી ચુક્યા છે. કરશન કરમુર, દિનેશ પટેલ, પ્રવીણ માડમ, કમલાસિંગ રાજપૂત સહિતના ૧૧ નેતાઓ ચૂંટણી નહી લડી શકે.

  1. ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગર મહાનગરપાલિકામાં પણ નવથી વધુ નેતાઓના સપના પર પાણી ફરી વળ્યુ છે.  ઉમંર તેમજ ત્રણ ટર્મ પૂર્ણ કરનાર નેતાઓમાં મેયર મનહર મોરી, અભયસિંહ ચૌહાણ, નિમુબેન બાંભણીયા, ડી. ડી. ગોહિલ, ઉર્મિલાબેન ભાલ, કલ્પેશ વોરા, આશા બદાણી, કાંતા મકાવાણા, દિવ્યા વ્યાસ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…