What is Child free Concept: જીવનમાં તમારી નાની-મોટી ઈચ્છાઓનો નિર્ણય લેવો ખૂબ જ સારો છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવનની સ્વતંત્રતા વિશે વિચારે છે. કયા ક્ષેત્રમાં આગળ વધવું, ક્યાં જવું? ક્યાં કામ કરવું? તમને કેવા પ્રકારની નોકરી જોઈએ છે? પરંતુ શું તમે વિચાર્યું છે કે બાળક ન પેદા કરવાનો પણ લોકો નિર્ણય લઈ રહ્યા છે. આવા કેટલાંક કપલ છે જેમને બાળકો પેદા નથી કરવાં ન તો અડોપ્ટ કરવાં છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં ચાઈલ્ડ ફ્રી- અને નો કિડ્સ લાઈફનો ટ્રેન્ડ પણ વધ્યો છે. જેની અસર ભારતમાં પણ થઈ છે. પરંતુ આ નિર્ણય કેટલો યોગ્ય છે કે નહીં તેના વિશે જાણીએ.
વોલેન્ટરી ચાઈલ્ડલેસનેસ , જેને ચાઈલ્ડફ્રિ પણ કહેવાય છે, એટલે કે કોઈપણ દંપતી બાળક ઈચ્છતું નથી. તે માતા બન્યા વિના ખુશ છે. એવું નથી કે ચાઈલ્ડ ફ્રી શબ્દ આજના આધુનિક યુગના લોકો અપનાવી રહ્યા છે, પરંતુ 1500ની સાલથી જ તેની શરૂઆત થઈ છે. વર્ષ 1900 સુધીમાં આ વિચાર ખૂબ વધી ગયો હતો. આવી સ્થિતિમાં જન્મ નિયંત્રણ, ગર્ભપાત, છૂટાછેડા જેવી બાબતોનો જન્મ થયો. ધીમે-ધીમે મહિલાઓએ દબાયેલા અવાજમાં નહીં પણ ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. જોકે આના પછી ઘણાં આંદોલનો પણ થયાં. પ્યૂ રિસર્ચ સેન્ટરના 2021માં આવેલા એક રિપોર્ટ મુજબ, અમેરિકામાંથી દર પાંચમાંથી એક કપલને બાળકો જોઈતું નથી. આ રિસર્ચ મુજબ, 18 થી 49 વયના 44 ટકા લોકો એવા છે જેઓ બાળકો નથી ઈચ્છતા. ઇગ્લેન્ડ અને વેલ્સમાં 35 થી 44 વર્ષના લોકોમાં 50 ટકા લોકો પણ આવું જ માને છે.
જોકે મોટાભાગના સમાજોમાં અને માનવ ઇતિહાસમાં, બાળકો ન રાખવાનું પસંદ કરવું મુશ્કેલ અને અનિચ્છનીય હતું. વૃદ્ધાવસ્થામાં પોતાના દીકરાના સહારાને બદલે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયતા ઉપર વિશ્વાસ રાખીને લોકોએ નિઃસંતાનતાને એક વિકલ્પ બનાવ્યો છે, જો કે અમુક સમુદાયોમાં તેમને નીચું જોવામાં આવે છે.
ચોંકાવનારી વાત એ છે કે સંયુક્ત કુટુંબ અને પિતૃત્વને પ્રોત્સાહન આપતું ભારત પણ આ ટ્રેન્ડનો ભાગ બન્યું છે. ચાઈલ્ડ ફ્રી લાઈફનું પહેલું કારણ ફ્રી લાઈફ છે. બાળકોને ઉછેરવા, તેમના ભવિષ્ય માટે રોકાણ કરવું, તેમના માટે જૂની બાબતો થઈ ગઈ છે. નવાં કપલ્સ હવે કરિયર અને પેશન્સને આગળ રાખીને જીવન પોતાના પ્રમાણે જીવવા માગે છે. તેમના મતે જીવનમાં બાળકો આવવાથી તેમનાં સપનાં અને લાઇફસ્ટાઇલ પર અસર પડી શકે છે. આ માટે તેઓ પેરેન્ટહુડથી દૂર રહેવા માગે છે.
બીજું કારણ દુનિયાની હાલની પરિસ્થિતિ છે. આબોહવા પરિવર્તનથી લઈને પરમાણુ યુદ્ધના ભય સુધી, વિશ્વ સતત બદલાઈ રહ્યું છે. પ્રદૂષણ, નબળી જીવનશૈલી અને કેટલાક રોગોના કારણે નીચા પ્રજનન દર એટલે કે બાળકો પેદા કરવાની ક્ષમતા ઘટી રહી છે. જેમાં છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં જન્મેલાં બાળકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં છેલ્લાં 50 વર્ષોમાં પ્રજનન દર 5.2 થી ઘટીને 2.1 પર આવી ગયો છે.
મોંઘવારી તેનું ત્રીજું સૌથી મોટું કારણ છે. વિશ્વની સૌથી મોટી ઈકોનોમી ચીન અને જાપાનમાં લોકો બાળક પેદા નથી કરવા માગતા. તેમના પ્રમાણે બાળકોને ઉછેરવું ખૂબ જ ખર્ચાળ છે.ચોંકાવનારી વાત એ છે કે આ સ્થિતિ ગરીબ કે નાના દેશોની નથી. પરંતુ ચીન, જાપાન, અમેરિકા જેવા મોટા દેશોની છે.
જેમ જેમ જન્મદર ઘટતો જાય છે તેમ તેમ વૃદ્ધોની સંખ્યામાં વધારો થાય છે. ચીન અને જાપાન જેવા દેશોમાં પણ કંઈક આવું જ છે. બીજી તરફ નવી પેઢી નહીં આવે તો દેશમાં રહેતા લોકો પર કામનું ભારણ વધશે. આ પરિસ્થિતિને લઈને 2006માં ચિલ્ડ્રન ઑફ મેન નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં એક એવી દુનિયા બતાવવામાં આવી હતી જેમાં બાળકોનો જન્મ અટકી ગયો હતો. જેના કારણે માનવજાતિ એક મોટો ખતરો બની જાય છે. કોઈપણ દેશનું ભવિષ્ય બાળક હોય છે. આ રીતે ચાઈલ્ડ ફ્રી થવાથી ભવિષ્ય વિશે પ્રશ્નો ઊભા થઈ શકે છે.
જાણવું જરૂરી છે આ રીતે ચાઈલ્ડ ફ્રી થવાથી ભવિષ્યમાં કેવા પ્રશ્નો ઉદભવી શકે છે અને ભારત સહિત વિશ્વ પર તેની અસર શું થઈ શકે છે. THE NOT MOM નામની એક વેબ સાઈટ પણ છે જેમાં કેરેન મોલેન જેવા પ્રોફ્ર્સરો એ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા છે. અને આ નવા કોન્સેપ્ટને આવકાર્યો છે.
આ પણ વાંચો: Knowledge/ પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીનની સુવર્ણ યાત્રા, બાળપણથી જ હતો સ્પેશ વોકનો શોખ
આ પણ વાંચો: Women’s Day 2023/ આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન
આ પણ વાંચો: ExBritain/ રાહુલ ગાંધીએ RSSની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી
