taiwan news/ તાઇવાનમાં 7 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રુજી

ભૂકંપ (earthquake)આવતા સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો

Top Stories World
massive earthquake

Taiwan News : તાઇવાનમાં શનિવારે સાંજે ફરી એક વખત પ્રચંડ ભૂકંપ (earthquake) આવતા સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો. રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતાવાળો આ ભૂકંપ ત્રણ દિવસમાં બીજી વખત નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર યિલાન કાઉન્ટીના સુઆઓ ટાઉનશીપથી અંદાજે 20 કિલોમીટર દૂર હોવાનું અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું છે. ભૂકંપ (earthquake)ની અસર માત્ર તાઇવાન સુધી સીમિત રહી નહોતી, પરંતુ તેના આંચકા જાપાન, ફિલિપાઇન્સ અને ચીનના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.

ભૂકંપ (earthquake)થી તાઇપેઈમાં ઇમારતો હચમચી

ભૂકંપ (earthquake)થી તાઇપેઈમાં ઇમારતો હચમચી

તાઇવાન હવામાન વિભાગ (Central Weather Administration) મુજબ, ભૂકંપ (earthquake)શનિવારે મોડી રાત્રે ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના શહેર યિલાનથી લગભગ 32 કિમી દૂર નોંધાયો હતો. ભૂકંપની ઊંડાઈ 73 કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. ભૂકંપના જોરદાર આંચકાથી રાજધાની તાઇપેઈમાં ઊંચી ઇમારતો હચમચી ગઈ હતી, જેના કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોના ડર અને અફરાતફરી દર્શાવતા વીડિયો પણ સામે આવ્યા છે.

નુકસાનનું મૂલ્યાંકન ચાલુ

રાષ્ટ્રીય અગ્નિશામક એજન્સીએ જણાવ્યું છે કે હાલ સુધી કોઈ મોટા જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ (earthquake)બાદ કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી. સત્તાવાળાઓએ આફ્ટરશોક્સની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ભૂકંપ (earthquake)ઝોનમાં આવેલું તાઇવાન

તાઇવાન બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના જંકશન નજીક આવેલું હોવાથી અહીં વારંવાર ભૂકંપ (earthquake)આવે છે. ઇતિહાસ પર નજર કરીએ તો, 2016માં તાઇવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. તે પહેલા 1999માં આવેલા 7.3 તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 2,000થી વધુ લોકો જીવ ગુમાવી બેઠા હતા. આ કારણે તાઇવાન ભૂકંપ પ્રતિરોધક ઈમારતો અને આપત્તિ વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપે છે.

હાલની સ્થિતિ પર તાઇવાન સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સતત નજર રાખી રહી છે અને કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાપાન અને ફિલિપાઈન્સમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા, નથી થયું નુકસાન

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4, કોઈ નુકસાનના અહેવાલ નથી

આ પણ વાંચો: મ્યાનમારમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટનો માહોલ,ઘરોની બાર ભાગ્યા