@વિશ્વાસ ભોજાની, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ
કોરોનાને માત આપવા સરકાર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે ગોંડલ શહેર અને તાલુકામાં પાંચ જગ્યાએ કોરોના વેક્સિન ડ્રાય રન નું આયોજન થવા પામ્યું હતું.
સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન ને લઇ દેશભરમાં ડ્રાય રન નું આયોજન કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર , શ્રી રામ સાર્વજનિ હોસ્પિટલ, ભગવતપરા શાળા નં – 5 તેમજ તાલુકામાં મોવિયા તેમજ ગોમટા ડ્રાય રન યોજાયો હતો જેમાં 25 – 25 લોકો ને મેસેજ કરી બોલાવાયા હતા.

ડ્રાય રન સિલેક્ટ લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ તેમનું આઈડી પ્રુફ તેમજ મોબાઈલ માં આવેલ મેસેજ ચેક કરવામાં આવ્યા હતા, વેઇટિંગ રૂમમાં થોડીવાર બેસાડી વેકસિન રૂમ માં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં વેકસિન આપ્યા સિવાય ની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વેક્સિન અપાયા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમ માં રાખવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા માં એક વ્યક્તિ ને 35 થી 40 મિનિટ નો સમય લાગ્યો હતો.

આ ડ્રાય રન માં જીલ્લા આરોગ્ય ઓફિસર ડો.મિતેષ ભંડેરી, એકેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિલેશ રાઠોડ સહિત ના આરોગ્ય અધોકારી ઓ આ ડ્રાય રન ચેકીંગ આવ્યા હતા.જેમાં વેકસિન સ્થળ તેમજ વેકસિન લાભાર્થીઓ ને વેકસિન અંગે અપાતી માહિતી, સોફ્ટવેર માં થતી તમામ એન્ટ્રી નું ચેકીંગ હાથ ધરાયુ હતું. ડો.જી.પી. ગોયેલ આરોગ્ય અધિકારી ગોંડલ અર્બન હેલ્થ, નીરવ વ્યાસ કોરોના સુપરવાઈઝરે નિરીક્ષણ કર્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
