Ahmedabad News:અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી આર.પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (School)ને ફી વસૂલાતના નિયમોના ઉલ્લંઘન બદલ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં ફરી એકવાર ફી નિયમનના મુદ્દે ચર્ચા જગાવી રહી છે.

માહિતી અનુસાર, સ્કૂલે 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે FRC પાસેથી ફી વધારા અથવા ફી સ્ટ્રક્ચરની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવી ન હતી. તેમ છતાં, સ્કૂલ (School) સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી અનધિકૃત રીતે વધારાની ફી વસૂલવાનું શરૂ કરી દીધું હતું. ગત વર્ષ 2023-24 માટે સ્કૂલની ફી FRC દ્વારા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ નવા શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ફી ઉઘરાવવી ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ, 2017 હેઠળ સીધી ગેરકાયદેસર ગણાય છે.

(School) સ્કૂલે ફી વસૂલાતના નિયમોનું કર્યું ઉલ્લંઘન
આ બાબતની ફરિયાદ અથવા માહિતી FRCને મળતાં તાત્કાલિક સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી. સુનાવણી દરમિયાન સ્કૂલ સંચાલકોને પોતાનો બચાવ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. તમામ પુરાવા અને દસ્તાવેજોની તપાસ બાદ FRCએ સ્કૂલને રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો.સ્કૂલે (School) આ દંડની રકમ FRCના આદેશ મુજબ DEO કચેરીમાં જમા કરાવી દીધી છે, જેની પુષ્ટિ વિવિધ સ્ત્રોતો દ્વારા થઈ છે.
