Ahmedabad News/ ખ્યાતિકાંડ જેવી ઘટના! અમદાવાદમાં SMS હોસ્પિટલમાં દર્દીની જાણ બહાર સર્જરી કરાતા મોત થયાનો પરિવારનો આક્ષેપ

મૃતકના પરિવારે આરોપ મૂક્યો છે કે હોસ્પિટલે પગના બદલે હૃદયની સારવાર કરી હતી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં ચાંદખેડા(Chandkheda)ની SMS હોસ્પિટલમાં પૂજારીની જાણ બહાર બાયપાસ સર્જરી (Bypass Surgery) કર્યાનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. ખ્યાતિકાંડ જેવી ઘટના બનતાં પોલીસ એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ(Khyati Hospital)માં 2 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) કરાયા બાદ મોત થતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ફરીથી આ પ્રકારની ઘટના શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં બનવા પામી છે. માહિતી મુજબ જાસ્કા ગામના પૂજારીની જાણ બહાર બાયપાસ સર્જરી કરાઈ હોવાનો પરિવારે હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે. દર્દીના રૂપિયા 3 લાખ સહિત PMJAYમાંથી 10 લાખ રૂપિયા સેરવી લીધા હોવાના આક્ષેપો કરાતા હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતકના પરિવારે આરોપ મૂક્યો છે કે હોસ્પિટલે પગના બદલે હૃદયની સારવાર કરી હતી, તેમજ જાણ બહાર બાયપાસ સર્જરી કરાતા દર્દીનું મોત નિપજ્યું છે. મૃતક પૂજારી કિશોરિગિરિ ગોસ્વામીના મોતથી પરિવારે ગાંધીનગર જીલ્લા પોલીસવડાને ફરિયાદ કરી છે. તેમજ સખ્ત કાર્યવાહી કરી ન્યાય અપાવવાની પણ માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્યાતિકાંડ મામલે આ ત્રણને સામસામે બેસાડી પૂછપરછ કરશે ક્રાઈમ બ્રાન્ચ

આ પણ વાંચો:PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ

આ પણ વાંચો:ખ્યાતિકાંડની તપાસ સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસના વડપણ હેઠળ તપાસ થાય તેવી માંગ