Gujarat News/ PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ

ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો.

Top Stories Gujarat Others

PMJAY કાર્ડ Scam: રાજ્યમાં સરકાર PMJAY (આયુષ્યમાન ભારત) યોજના હેઠળ લોકોને મદદરૂપ બનવા પ્રયાસ કરી રહી છે. રાજ્યભરમાં ઉહાપોહ મચાવનાર ખ્યાતિકાંડની તપાસ થઈ રહી છે. આ તપાસમાં મોટો ખુલાસો થયો. PMJAY યોજના હેઠળ ફક્ત ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો. ભેજાબાજો દ્વારા ફક્ત 1500 રૂપિયામાં PMJAY કાર્ડ બનાવવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી. ખ્યાતિકાંડમાં ચિરાગ રાજપૂત નામના શખ્સની પૂછપરછમાં રૂ. 1500 આપો અને કાર્ડ લો બનાવવાના રેકેટ ચાલતુ હોવાનો ખુલાસો થયો.

ભેજાબાજો સરકારી યોજના PMJAYનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની માહિતી સામે આવી. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચ પોલીસને વધુ એક ચોંકાવનારી માહિતી મળી. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. આ 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો.

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ PMJAY યોજનામાં કેટલાક નિયમો અને ધારાધોરણ નિશ્ચિત કરાયા છે. આર્થિક પછાત તેમજ ગરીબી રેખા નીચે હેઠળ રહેતા લોકો બીમારીમાં સારી સારવાર મેળવી શકે તેવા ઉદેશ્ય હેઠળ આ PMJAY યોજના શરૂ કરવામાં આવી. આથી જ આ યોજનાને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત નિશ્ચિત આવકથી ઓછી આવક ધરાવતા લોકોને જ PMJAY યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ પાત્રતા ના ધરાવતા લોકો પણ સરકારી યોજનાનો લાભ લેતા હોવાનો પર્દાફાશ થયો.

Gujarat: Ayushman card scam exposed in Rajkot, Government News, ET Government

ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PMJAY કાર્ડ કઢાવે છે. અને મોટી-મોટી હોસ્પિટલમાં સારવાર લે છે. રાજ્યના અમદાવાદ અને સુરત જેવા મહત્વના શહેરમાં વસતા લોકોએ એક ટોળકી બનાવી છે. આ ટોળકી દ્વારા કૌભાંડ રચાયુ છે. 6 લોકોની આ ટોળકીએ અંદાજે ત્રણ હજારથી વધુ લોકોને ખોટી રીતે PMJAY કાર્ડ આપ્યું. આ લોકો બોગસ દસ્તાવેજના આંકડા રજૂ કરી કાર્ડ લીધું. પોલીસને શંકા છે કે આ કૌભાડમાં સરકારી બાબુઓની પણ સંડોવણી પણ હોઈ શકે. તેમજ ફક્ત ગુજરાત જ નહિ દેશમાં બીજા સ્થાનો પર પણ આ રીતે PMJAY કાર્ડનો દુરુપયોગ થતો હોવાની આશંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઇમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !

આ પણ વાંચો:ભાવનગરમાં ચાલુ કારે સ્ટીયરીંગ છોડી દરવાજા પર બેસીને સિગારેટના કશ માર્યા