@વિશ્વાસ ભોજાણી, મંંતવ્ય ન્યૂઝ – ગોંડલ
રાજકોટ ટ્રાફિક પોલીસ છાશવારે છબરડાઓ કરી ગોંડલના વાહનચાલકોને ધડાધડ મેમો રૂપી કંકોત્રી પધરાવી રહી છે. ત્યારે વાસ્તવમાં ગોંડલના વાહનચાલકો રાજકોટ આવ્યા ન હોવા છતાં પણ મેમો આવી રહ્યા હોય રાજકોટ ટ્રાફિક પોલીસને છબરડા કિંગ એવોર્ડ થી નવાજવા જોઈએ તેવી રમૂજ પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર નું કામ કરતા કાર્તિકભાઈ દુધાત્રા GJ03KH 1801 નંબરની ટાટા નેક્સા કાર ધરાવે છે તેઓને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગત તારીખ 6 જાન્યુઆરીમાં kkv ચોક પાસે ઝીબ્રા લાઈન ઉલ્લંઘન કર્યાનો રૂપિયા 500 નો દંડ ફટકારતો મેમો મોકલવામાં આવ્યો છે વાસ્તવમાં મેમો ની અંદર એકટીવા મોટરસાયકલ જણાય છે ઝીબ્રા લાઇનની આસપાસ ક્યાંય પણ કાર્તિકભાઈ દુધાત્રા ની tata nexa કાર જણાતી નથી તેમ છતાં પણ ગોંડલના વાહનચાલકોને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ રૂપી મેમો મોકલાતા હોય રાજકોટ ટ્રાફિક પોલીસ છબરડા ગ્રસ્ત થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
