યુ.એસ. માં “હેટ ક્રાઈમ”ની સંખ્યા વધી રહી છે. “હેટ ક્રાઈમ એટલે એવા ગુનાઓ કહેવાય છે જે સામાજિક, ધાર્મિક, વંશીય, જાતીય અથવા ખાસ જાતીય અભિગમના જૂથ સામે ફેલાયેલી નફરતની લાગણીઓને કારણે થયેલી હિંસા. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી – એફબીઆઇ દ્વારા સોમવારે યુએસમાં “હેટ ક્રાઇમ” ગુના અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો. એફબીઆઇએ 1990 ના દાયકામાં હેટ ક્રાઇમ ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2019 માં જૂથ પ્રત્યે નફરતને કારણે હત્યાઓની સંખ્યા સૌથી વધુ હતી.
એફબીઆઈના અહેવાલ મુજબ, 2019 માં યુ.એસ. માં થયેલા હત્યા ને હેટ ક્રાઇમ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં ટેક્સાસ રાજ્યના અલ પાસો શહેરમાં વોલમાર્ટ સ્ટોર પર અંધાધૂંધ ગોળીબાર દરમિયાન બનેલી 22 હત્યાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં આશરે 25 લોકો ઘાયલ પણ થયા છે.
auction / વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જા…
એફબીઆઇના જણાવ્યા અનુસાર ગયા વર્ષે અમેરિકામાં હેટ ક્રાઇમની 7,314 ઘટનાઓ નોંધાઈ છે. 2018 માં આવી 7,120 ઘટનાઓ બની હતી. ડેટા બતાવે છે કે ગયા વર્ષે ધર્મ આધારિત “હેટ ક્રાઇમ” ગુનામાં સાત ટકાનો વધારો થયો છે. આવી ઘટનાઓમાં મોટાભાગના યહૂદી લોકો અથવા યહૂદી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ સારી વાત એ છે કે આફ્રિકન-અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરતનાં ગુનાઓ એક વર્ષ પહેલાંની તુલનામાં થોડો ઘટાડો થયો હતો.
અમદાવાદ ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં ….
2018 માં 1943 ઘટનાઓ બની હતી, જ્યારે 2019 માં આ સંખ્યા 1,930 રહી હતી. પરંતુ હિસ્પેનિક (સ્પેનિશ બોલતા) સમુદાયો સામે “હેટ ક્રાઇમ”નો ગુનો વધ્યો. ખાસ જાતીય અભિગમ ધરાવતા લોકો સામે ગુનામાં થોડો વધારો થયો હતો. 2018 ની તુલનામાં 2019 માં સમલૈંગિકો સામે નફરતના ગુનાના 20 વધુ બનાવ બન્યા છે.
તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી
પરંતુ બિન-સરકારી સંગઠનો કહે છે કે એફબીઆઈના અહેવાલમાં અમેરિકામાં ખરેખર શું થઈ રહ્યું છે તેનું સંપૂર્ણ ચિત્ર બહાર આવ્યું નથી. હવે ફક્ત તે ગુનાઓનો ડેટા જ આવે છે, જેના વિશે લોકો જાતે જ પોલીસ પાસે જાય છે અને રિપોર્ટ ફાઇલ કરે છે. આનાથી દેશમાં થઈ રહેલા “હેટ ક્રાઇમ”ના ગુનાની સંપૂર્ણ તસવીર છતી થતી નથી.
ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) દ્વારા કરવામાં આવેલા 2016 ના અધ્યયનમાં એ વાત સામે આવી છે કે 2,700 થી વધુ પોલીસ અને કાઉન્ટી (જિલ્લા) અધિકારીઓએ છેલ્લા છ વર્ષથી એફબીઆઇને “હેટ ક્રાઇમ”નો ગુનો નોંધ્યો નથી.
યુ.એસ. મીડિયા રિપોર્ટ્સે વકીલોના હવાલાથી જણાવ્યું છે કે “હેટ ક્રાઇમ”ના ગુનાઓનો ભોગ બનેલા લોકો મોટે ભાગે નબળા વર્ગના લોકો હોય છે, જેમના માટે રિપોર્ટ કરવો ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી આ અવરોધોને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી “હેટ ક્રાઇમ”ના ગુનાનું સંપૂર્ણ ચિત્ર બહાર આવશે નહીં.
