Patan News/ પાટણમાં સાટા પદ્ધતિના લગ્ન વિવાદમાં મારામારી, પિતા-પુત્ર પર લાકડી-ઈંટથી હુમલો

Sata Marriage Dispute: પાટણમાં લગ્નજીવનના વિવાદના સમાધાન માટે યોજાયેલી બેઠકમાં બંને પક્ષ વચ્ચે મારામારી થતાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા.

Top Stories Gujarat Others Breaking News
Sata Marriage Dispute: દીકરીને સાસરે મોકલવાની વાતે ઉશ્કેરાયા, પાટણમાં પિતા-પુત્ર પર લાકડી-ઈંટથી હુમલો

Patan News: પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક આવેલી રોહિત સમાજની વાડીમાં લગ્નજીવન (Sata Marriage Dispute)ના વિવાદનો ઉકેલ લાવવા યોજાયેલી સમાધાન બેઠક દરમિયાન મામલો વણસ્યો હતો. બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારી થતાં પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. આક્ષેપ મુજબ સામા પક્ષના લોકોએ લાકડી અને ઈંટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ બનાસકાંઠા જિલ્લાના સમૌ નાના ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા કાન્તી પરમારની દીકરી આનંદી અને દીકરા દીપકના લગ્ન (Sata Marriage Dispute) આશરે બે વર્ષ પહેલાં સાટા પદ્ધતિ (Sata Marriage Dispute) મુજબ પાટણ તાલુકાના બાદીપુર ગામના હરચંદ મકવાણાના પરિવાર સાથે થયા હતા. લગ્ન (Sata Marriage Dispute)ના આશરે એક વર્ષ બાદ આનંદી અને તેના પતિ વચ્ચે મનદુઃખ થતાં તે પિતાના ઘરે અમદાવાદ પરત આવી હતી. લગ્નજીવનમાં ઊભા થયેલા વિવાદનો ઉકેલ લાવવા માટે રોહિત સમાજની વાડીમાં સમાધાન માટે અરજી કરવામાં આવી હતી. જેના પગલે 30 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે આશરે 4 વાગ્યે શિહોરી ત્રણ રસ્તા નજીક આવેલી વાડીમાં બંને પક્ષના લોકો એકઠા થયા હતા.

Sata Marriage Dispute: રોહિત સમાજની વાડીમાં સમાધાન બેઠક બની રણમેદાન

સમાધાન બેઠક દરમિયાન કન્યાના પિતા કાન્તી પરમારે બંને પરિવાર વચ્ચે સમાધાન થાય તે માટે પોતાની દીકરીને જમાઈના ઘરે મોકલવા અને સામા પક્ષની દીકરીને પોતાના ઘરે મોકલવાની વાત કરી હતી. આ દરમિયાન સામા પક્ષના હરગોવન મકવાણા ઉશ્કેરાઈ ગયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગાળાગાળી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

ફરિયાદ મુજબ, હરગોવન મકવાણાએ નજીકમાં પડેલી લાકડી ઉઠાવી કાન્તી પરમારના માથાના ભાગે મારતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ ગાંડાભાઈ મકવાણાએ ઈંટ વડે કાન્તીભાઈના માથા તથા ડાબા હાથની આંગળી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન પિતા વચ્ચે પડતાં તેમના પુત્ર દીપક પર પણ હુમલો થયો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દીપકના સાળા અલ્પેશ મકવાણાએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.

વાડીમાં હાજર પરિવારના અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરી પિતા-પુત્રને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ફરિયાદ મુજબ, હુમલા બાદ ત્રણેય આરોપીઓએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત કાન્તી પરમારને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ મામલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાન્તી પરમારની ફરિયાદના આધારે સરસ્વતી પોલીસે બાદીપુરના રહેવાસી હરગોવન મકવાણા, ગાંડા મકવાણા અને અલ્પેશ મકવાણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118(1), 351(3), 54 અને 115(2) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સમાધાન માટે યોજાયેલી બેઠકમાં થયેલી આ મારામારીને પગલે સરસ્વતી પોલીસે સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:સાટા પદ્ધતિએ થતાં લગ્નનું વરવું પરિણામઃ એક સાથે ચારના લગ્નજીવનમાં ભંગાણ

આ પણ વાંચો:જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈનો વિવાદ

આ પણ વાંચો:સાબરકાંઠામાં સસરાનો ફર્યો ‘વિચાર’: પુત્રવધૂ પર કર્યો બળાત્કાર