દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે પરતું નવા વેરિઅન્ટ મળી આવતા ચિંતામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર હાલ તમામ પરિસ્થિત પર નજર રાખી રહી છે. ભારતમાં બુધવારે કુલ 1,088 નવા કોવિડ-19 કેસ જોવા મળ્યા છે જેનાથી કોરોનાના કેસની સંખ્યા 4,30,38,016 થઈ ગઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 26 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે, જે મૃત્યુની કુલ સંખ્યા 5,21,736 થઇ છે.જો કે, ચેપના સક્રિય કેસોની સંખ્યા વધુ ઘટીને 11,058 થઈ ગઈ છે.
સક્રિય કેસ કુલ કેસ 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક હકારાત્મકતા દર 0.25 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.23 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં ફરી ઉછાળ થઇ રહ્યો છે, તે એક ચિંતાજનક બાબત છે, હાલ મુંબઇ,હિલ્હીમાં કોરોનાના કેસમાં અચાનક જ વધારો થયો છે. જેના લીધે કેન્દ્ર સરકારે સક્રીયતા દાખવીને પાંચ રાજ્યોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે, ગઇકાલે નોઇડાની શાળામાં કોરોનાના કેસ મળી આવતાં નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હાલ કોરોનાને લઇને દેશમાં ચિતા ખુબ વધી છે. વિશ્વની વાત કરીએ તો ચીનમાં કોરનાની હાલત અતિ દયનીય છે, ત્યાં હજુપણ લોકડાઉનની પરિસ્થિતિ યથાવત છે.
