Rajkot News/ રાજકોટમાં ‘ફેસ્ટિવલ હોલીડે’ના નામે કરોડો સપનાઓ સાથે છેતરપિંડીનો ખેલ! દંપતી સામે રૂ.50 લાખથી વધુની ઠગાઈની FIR

Travel Package Fraud: રાજકોટમાં ‘Festival Holiday’ નામની ટ્રાવેલ પેઢી સામે મોટી છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આરોપ છે કે વિદેશ પ્રવાસના પેકેજ અને સસ્તા iPhoneની લાલચ આપી..જાણો સમગ્ર મામલો

Gujarat Trending
Travel Package Fraud: ટ્રાવેલ એજન્સીની મોટી ઠગાઈ

Rajkot News: રાજકોટમાં ટ્રાવેલ પેકેજના (Travel Package Fraud) નામે લોકો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં ‘ફેસ્ટિવલ હોલીડે’ નામની (Festival Holiday Fraud)ટ્રાવેલ પેઢી ચલાવતા અભિનવ પટેલ (Abhinav Patel) અને ધારા પટેલ સામે 9 જેટલા લોકોને રૂ.50 લાખથી વધુની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી દંપતીએ વિદેશ પ્રવાસ અને સસ્તા આઇફોનની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ છે.

Travel Package Fraud: આકર્ષક વિદેશ પ્રવાસના પેકેજ બતાવી ગ્રાહકોને ફસાવ્યા

Travel Package Fraud

પોલીસ ફરિયાદ મુજબ, અભિનવ પટેલ અને ધારા પટેલ પોતાની ‘ફેસ્ટિવલ હોલીડે’ પેઢી મારફતે વિયેતનામ, બાલી, મલેશિયા અને થાઇલેન્ડ જેવા લોકપ્રિય પ્રવાસ સ્થળોના આકર્ષક અને સસ્તા હોલીડે પેકેજની (Tour Package) ઓફર આપતા હતા. ટૂર બુકિંગના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ એડવાન્સ તરીકે વસૂલવામાં આવતી હતી.

દુબઈથી સસ્તા iPhone અપાવવાની પણ લાલચ

પ્રવાસ પેકેજ ઉપરાંત આરોપી દંપતીએ ગ્રાહકોને દુબઈના ડ્યુટી-ફ્રી કનેક્શન મારફતે બજાર કરતાં ખૂબ ઓછા ભાવે એપલ iPhone અપાવવાનો પણ (iPhone Scam) દાવો કર્યો હતો. આ ઓફર પર વિશ્વાસ કરીને અનેક લોકોએ મોબાઇલ બુકિંગ માટે પણ લાખો રૂપિયા ચૂકવ્યા હતા.

ન તો ટૂર મળી, ન iPhone… પછી ખુલ્યો છેતરપિંડીનો ભાંડો

Travel Package Fraud

ગ્રાહકોએ એડવાન્સ ચૂકવ્યા બાદ પણ ન તો વિદેશ પ્રવાસનું બુકિંગ થયું અને ન તો iPhoneની ડિલિવરી મળી. જ્યારે ગ્રાહકોએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ બહાના બતાવતા રહ્યા. આખરે છેતરાયેલા લોકોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો.

રૂ.50 લાખથી વધુની ઠગાઈનો પ્રાથમિક અંદાજ

પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 9 લોકો સાથે રૂ.50 લાખથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. પોલીસનું માનવું છે કે તપાસ આગળ વધતાં અન્ય પીડિતો પણ સામે આવી શકે છે અને ઠગાઈની રકમમાં વધારો થવાની શક્યતા છે.

આરોપી દંપતી સામે ગુનો નોંધાયો, તપાસ શરૂ

માલવીયાનગર પોલીસે અભિનવ પટેલ અને ધારા પટેલ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સંબંધિત કાયદાકીય કલમો હેઠળ FIR નોંધાવી છે. હાલ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર વ્યવહાર, નાણાકીય લેવડદેવડ અને અન્ય સંભવિત પીડિતોની વિગતો એકત્ર કરીને વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: મહિલા પ્રોફેસર સાથે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા બાદ 13.37 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ

આ પણ વાંચો: દાહોદમાં ફિલ્મી સ્ટાઈલની ઠગાઈ! બે દિવસમાં નકલી બેંક ઉભી કરી, જ્વેલર પાસેથી 200 ગ્રામ સોનું લઈને આરોપીઓ ફરાર

આ પણ વાંચો: IPO એલોટમેન્ટના નામે ₹69.63 લાખની સાયબર ઠગાઈ, ગાંધીનગરની મહિલા લેબ ટેકનિશિયન ઈન્સ્ટાગ્રામ જાહેરાતમાં ફસાઈ