- પાલનપુર GRD ભરતીમાં સર્જાઈ ધક્કામુક્કી
- પોલીસ હેડ ક્વાર્ટર ખાતે થઈ રહી છે ભરતી પ્રક્રિયા
- 600ની જગ્યા માટે 6 હજાર ઉમેદવારો ઉમટ્યા
- ઉમેદવારોની ભારે ભીડને પગલે અવ્યવસ્થા
- હજારોની સંખ્યામાં ઉમેદવારોની ઉમટી ભીડ
પાલનપુર GRD ભરતીમાં ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા થઈ રહી છે. 600ની જગ્યા માટે 6 હજાર ઉમેદવારો ઉમટ્યા હતા. ઉમેદવારોની ભારે ભીડને પગલે અવ્યવસ્થા ઉભી થઈ હતી. હજારોની સંખ્યામાં ઉમેદવારોની ઉમટી ભીડ ઉમટી હતી. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો :અમદાવાદની 13 બેંકોમાં 10થી લઈને 2000 સુધીની નકલી નોટો થઈ જમા
પાલનપુરમાં આજે GRD ભરતી મેળો યોજાયો હતો. જેમાં 600 જગ્યા માટે 6 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં યુવાનો ઉમટતા સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. કોઈ પણ પ્રકારના આયોજન વગર તંત્ર દ્વારા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. એક તરફ બેરોજગારોનો મેળો જામ્યો હતો, અને વ્યવસ્થાના અભાવે તંત્ર ઊંઘતું ઝડપાયુ હતું. સવાલ એ છે કે, શું ભરતીની જાહેરાત કરી તો તંત્રને વ્યવસ્થાની ખબર નહોંતી. તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાઈ, તો બેરોજગારો પર લાઠી ઉઠાવવાની શુ જરૂર હતી. આમ, કોરોના ખતરા વચ્ચે તંત્રી ઘોર બેદરકારીની બોલતી તસવીર સામે આવી છે.
આ પણ વાંચો :સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી, મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી
પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગ્રામ રક્ષક દળની ભરતીપ્રક્રિયામાં નોકરી મેળવવા માટે પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જોકે 600ની ભરતી કરવાની છે, એની સામે 6 હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતીપ્રક્રિયામાં ભાગ લેવા ઊમટી પડ્યા હતા, જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવીને ભરતીપ્રક્રિયા સરળ બને એવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ પણ વાંચો :સુરતના પાંડેસરામાં કાપડ મીલમાં આગ, 15 ફાયર ફાઈટર ઘટના સ્થળે
મહત્વનું છે કે હાલ સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે, હાલ લોક રક્ષક દળ, તેમજ PSI માટે ભરતી માટે પણ યુવક યુવતીઓ તૈયારી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે હવે જેટલા યુવકો ભરતી માટે ઉમેદવારી નોંધાવે છે તેની સામે એટલી જગ્યાએ પૂરતી હોતી નથી ત્યારે અ વ્યવસ્થા સર્જાતી હોય છે, ત્યારે પાલનપુરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે.ગ્રામ દક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં યુવકો આવી જતા પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા લાઠીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યમાં સરકારી નોકરી મેળવવા યુવકોનો ધસારો જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ પોલીસ પણ ભીડને નિયંત્રિત કરવા હાથમાં લાઠીનો સહારો લેતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા
