બેંગ્લોરથી પટના જતી GoAirની ફ્લાઈટમાં ટેક્નિકલ સમસ્યાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટે સવારે 11:20 વાગ્યે નાગપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 139 મુસાફરો સવાર હતા. પાયલોટે જણાવ્યું કે જહાજના એન્જિનમાં ટેકનિકલ સમસ્યા હતી.જેના તરત જ ATCએ નાગપુર એરપોર્ટને જાણ કરી.
એરપોર્ટના વરિષ્ઠ નિર્દેશક આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, “પાયલોટે કથિત રીતે ફ્લાઇટના એન્જિન નંબર 2માંથી ધુમાડો નીકળતો હોવાનું શોધી કાઢ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ તેઓને લાગ્યું કે એન્જિનમાં આગ લાગી છે અને તેમણે નાગપુર એરપોર્ટ પર રોકવાનો નિર્ણય કર્યો. જો કે, એન્જિનમાં આગ લાગી ન હતી,”
“તે દરમિયાન, નાગપુર એરપોર્ટ સ્ટાફ, નાગપુર પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવ્યા,”
ઉલ્લેખનીય છે કે પાયલોટે ટેકનિકલ ખામીની જાણ થતાં તેમણે સત્વરે ઇમરજનશી લેન્ડિગ કરાવ્યું હતું અને તમામ મુાફરોને બચાવ્યા હતા.
