Dahod News: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં RCC રોડના નિર્માણ કાર્યને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોએ રોડના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
RCC Road કામમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કર્યા હોવાના આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી અને ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગ્રામજનોએ કામ દરમિયાન વપરાતા મટીરિયલ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર કામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
ગામના સરપંચની દાદાગીરીનો વીડિયો વાયરલ
આ દરમિયાન સરપંચની દાદાગીરીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો સાંભળવાને બદલે દબાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગને સમગ્ર રોડના કામની ટેકનિકલ તપાસ કરાવવા અપીલ કરી છે. સાથે જ રોડનું નિર્માણ સરકારના નિર્ધારિત ધોરણો અને ગુણવત્તા મુજબ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.
હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે તપાસમાં શું સામે આવે છે અને વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
આ પણ વાંચો:સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ છ મહિનામાં જ બિસ્માર
આ પણ વાંચો:ધ્રોલમાં તંત્રનું ધોલ પડે તેવું પ્રદર્શન, વીજ પોલ દૂર કર્યા વગર જ બનાવ્યો RCC રોડ
આ પણ વાંચો:આણંદના કલેકટર ચૌધરીએ અડધી રાત્રે નિરીક્ષણ કરી રોડ કામગીરીમાં ગુણવત્તા જાળવવા આપી સૂચના
