Not Set/ ઇન્ડોનેશિયામાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ બાદ ભયંકર ત્સુનામીના લીધે ૩૮૪ લોકોના મોત

ઇન્ડોનેશિયામાં શુક્રવારે શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ સુલાવેસી દ્વીપ પર આવેલ પાલુ શહેરમાં ત્સુમાનીએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. ભૂકંપના લીધે ઘણી બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી જેના કારણે અત્યાર સુધી ૩૮૪ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ભયંકર આપત્તિએ લોકોને ઘર  છોડવા માટે મજબુર કરી દીધા છે. Indonesia quake-tsunami death toll jumps to 384, reports AFP […]

Top Stories World Trending

ઇન્ડોનેશિયામાં શુક્રવારે શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ સુલાવેસી દ્વીપ પર આવેલ પાલુ શહેરમાં ત્સુમાનીએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. ભૂકંપના લીધે ઘણી બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી જેના કારણે અત્યાર સુધી ૩૮૪ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ભયંકર આપત્તિએ લોકોને ઘર  છોડવા માટે મજબુર કરી દીધા છે.

Image result for indonesia tsunami

પાલુ શહેર વર્ષ ૧૯૨૭ અને ૧૯૬૮માં પણ ભયંકર ત્સુનામીનો સામનો કરી ચુક્યું છે.

ભૂકંપ અને ત્સુનામીના લીધે ઘણું નુકશાન થયું છે. બીએનઓ ન્યુઝ એજન્સી દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પાણીની ઘણી ઉંચી લહેરો દેખાઈ રહી છે. આ  વિડીયોમાં તમે જોઈ શકો છો કે જોરદાર દરિયાની લહેરોના લીધે લોકો બુમો પાડીને આમ-તેમ ભાગી રહ્યા છે.

Image result for indonesia tsunami

આ વર્ષના શરુઆતમાં લોમબોક દ્વીપમાં ભૂકંપના લીધે સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.

https://twitter.com/ksjnoona/status/1045646911028383746

અમેરિકાની ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સુલાવેસીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર તેનાથી ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર હતું. ન્યુઝ એજન્સી દ્વારા આ ભૂકંપના લીધે જમીનદોસ્ત થયેલી બિલ્ડીંગના ફોટા બતાવવામાં આવ્યા હતા.

Image result for indonesia tsunami

ઘણા લોકો દ્વારા ફેસબુક લાઇવ પણ કરવામાં આવ્યું હતું. આ વિડીયોમાં ટ્રાફિક જામ દેખાડવામાં આવ્યો હતો. ત્સુનામીના લીધે લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે ઉંચી જગ્યા પર જઈને સુરક્ષિત રહે. બચાવ ટીમ પણ રાહતકામ માટે પહોચી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિને કારણે હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. વર્ષ ૨૦૦૪, ડીસેમ્બરમાં પશ્ચિમ ઇન્ડોનેશિયામાં સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના લીધે ત્સુનામીમાં હિંદ મહાસાગરના ઘણા ક્ષેત્રોમાં આવેલા દેશમાં ૨ લાખથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા.