Ahmedabad News/ દિવાળીની મીઠાઈ અને ફરસાણ ખરીદતાં પહેલાં સાવધાન! AMCની તપાસમાં 27 નમૂના ફેલ

દિવાળી પહેલાં AMCના ફૂડ વિભાગની કાર્યવાહી. 841 નમૂનાની તપાસમાં ઘી, પનીર, માવો સહિતના 27 નમૂના (Food Samples Failed) અપ્રમાણિત, 19 એકમો સીલ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Food Samples Failed: અમદાવાદમાં 770 એકમોને નોટિસ, રૂ.11.28 લાખનો દંડ

Ahmedabad News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો (Food Samples Failed) મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે (AMC Food Department) એક મહિનામાં શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 1 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે લેબોરેટરી તપાસમાં 27 વેપારીઓના ખાદ્ય પદાર્થોના નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.

Food Samples Failed: FSSAI લાયસન્સ અને સ્વચ્છતાના અભાવે 19 એકમો સીલ

મ્યુનિસિપલ ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, શહેરની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સમાં તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. કેટલીક જગ્યાએ માન્ય FSSAI License કે રજિસ્ટ્રેશન નહોતું, તો ક્યાંક અત્યંત અસ્વચ્છતા જોવા મળી હતી. આ ઉપરાંત બળેલા તેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી અને વારંવાર વપરાતા તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાને કારણે 19 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

841 નમૂના લેવાયા, 770 એકમોને નોટિસ

ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ દરમિયાન દૂધ, માવો, મીઠાઈ, ફાફડા-જલેબી, ફરસાણ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા અને ખાદ્યતેલ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 841 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા 770 એકમોને વહીવટી નોટિસ આપવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ. 11.28 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશરે 1,345 કિલો/લિટર અખાદ્ય જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

Food Samples Failed: અમદાવાદમાં 770 એકમોને નોટિસ, રૂ.11.28 લાખનો દંડ
Food Samples Failed: અમદાવાદમાં 770 એકમોને નોટિસ, રૂ.11.28 લાખનો દંડ

ઘી, બટર, પનીર અને સોસના નમૂના ફેલ

લેબોરેટરી તપાસમાં (Food Safety Inspection) ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતાજનક વિગતો સામે આવી હતી. ડેરીમાંથી લેવામાં આવેલા છૂટક ઘીના નમૂના, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ કોર્ટમાં વપરાતા બટર, લો-ફેટ પનીર અને માવાના નમૂના નિર્ધારિત ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ રહ્યા હતા. બટરમાં ફેટનું પ્રમાણ પણ નિયત મર્યાદા કરતાં ઓછું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત દાબેલી, પફ અને સોસ-કેચપ જેવા લોકપ્રિય સ્ટ્રીટ ફૂડના નમૂના પણ ગુણવત્તાની કસોટીમાં ફેલ થયા હતા.

AMCના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન અને વટવાનું ભારત ફૂડ એકમ સીલ

આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદમાં માવાનો મોટો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગનું ચેકિંગ

આ પણ વાંચો: AMC ફૂડ સેફ્ટી વિભાગની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં કાર્યવાહી,  નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરી સીલ