Gandhinagar News: કલોલના છત્રાલ GIDC વિસ્તારમાં 16 વર્ષ અને 4 મહિનાની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી અપહરણ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ (Gandhinagar Minor Girl Rape Case) આચરવાના કેસમાં કલોલ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. એડિશનલ સેશન્સ જજ બી. આર. રાજપૂતે આરોપી અશ્વિન ઉર્ફે હળુ શંકર નિનામાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ.1 લાખનો દંડ અને પીડિતાને રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Gandhinagar Minor Girl Rape Case: ડિસેમ્બર 2025માં બની હતી ઘટના
કેસની વિગતો મુજબ, 10 ડિસેમ્બર 2025ના રોજ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના છત્રાલ GIDC સ્થિત એક કંપની નજીકથી આરોપી અશ્વિન નિનામા સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. તે સમયે સગીરાની ઉંમર 16 વર્ષ અને 4 મહિના હતી.
સગીરાને અલગ-અલગ સ્થળે લઈ જવાનો આરોપ
અપહરણ બાદ આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો. આ દરમિયાન તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાના આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
સરકાર પક્ષે મહત્તમ સજાની માગ કરી
કોર્ટમાં સરકાર પક્ષે APP જિગ્નેશ એચ. જોષીએ રજૂઆતો કરી હતી. દલીલ દરમિયાન જણાવાયું હતું કે આરોપીની ઉંમર 24 વર્ષ હતી, જ્યારે પીડિતા કાયદાકીય રીતે સગીર હતી. તેથી તેની સાથે કરવામાં આવેલા કૃત્યને ગંભીર ગણી આરોપીને મહત્તમ સજા કરવાની માગ કરવામાં આવી હતી.
રાજસ્થાનના આરોપી સામે કેસ
આ સમગ્ર મામલે રાજસ્થાનના રહેવાસી અશ્વિન નિનામા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કેસ કલોલની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષની રજૂઆતો અને પુરાવાઓના આધારે સુનાવણી હાથ ધરાઈ હતી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. સાથે જ રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે સગીરાને રાહત આપવા માટે રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે સગીરાના અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં દોષિત ઠરેલા આરોપીને સજા ભોગવવી પડશે.
આ પણ વાંચો: અમરેલીમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મનો આરોપ, અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી
આ પણ વાંચો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, વીડિયો પરિવારને મોકલતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: ધાનેરામાં ગર્ભવતી મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મનો આરોપ, મારપીટ અને ધમકીના આક્ષેપ સાથે 4 સામે FIR
