New Delhi/ રાષ્ટ્રપતિ કોવિંદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જો બિડનને પાઠવી શુભકામનાઓ…..

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડેમોક્રેટ પાર્ટીનાં ઉમેદવાર જો બિડનને યુએસ રાષ્ટ્રપતિ ચૂંટાયા પર અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જો બિડનને યુ.એસ. નાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ભારતીય મૂળનાં કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Top Stories

રાષ્ટ્રપતિ કોવિંદે ટિ્‌વટ કર્યું હતું કે, “જોસેફ આર.બિડનને યુ.એસ.નાં રાષ્ટ્રપતિ તરીકે અને કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.” શનિવારે યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડન વિજેતા તરીકે સામે આવ્યા હતા. તે યુ.એસ. નાં 46 માં રાષ્ટ્રપતિ બનશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જો બિડનને અમેરિકાનાં રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસની પસંદગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટી વતી જો બિડનને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાં 46 માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવુ છું.” આ ક્ષેત્ર અને વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે લાભદાયક રહેવાની અપેક્ષા છે.