india news/ ઓમાનના દરિયામાં 16 ભારતીયોને લઈને જતાં જહાજ પર ડ્રોન હુમલો, એકનું કમકમાટીભર્યું મોત

ઓમાનના દરિયામાં 16 ભારતીયો ધરાવતા MKD વ્યોમ તેલ ટેન્કર પર ડ્રોન હુમલો (Drone Attack) થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં એક ભારતીયનું મોત થયું છે. જાણો લેટેસ્ટ અપડેટ.

Top Stories NATIONAL India
Drone Attack on Oil Tanker Oman

Drone Attack on Oil Tanker Oman: મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે દરિયાઈ માર્ગો પર પણ કાળ બનીને ત્રાટક્યું છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બરોને લઈને જઈ રહેલા એક તેલ ટેન્કર પર બોમ્બથી સજ્જ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ભયાનક વિસ્ફોટમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

Drone Attack on Oil Tanker Oman

કઈ રીતે થયો (Drone Attack) હુમલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓમાનના મસ્કત દરિયાકાંઠાથી આશરે 52 નોટિકલ માઈલ દૂર માર્શલ દ્વીપનો ધ્વજ ધરાવતું ‘MKD વ્યોમ’ નામનું તેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક વિસ્ફોટકોથી ભરેલા એક ડ્રોને આ જહાજને નિશાન બનાવ્યું હતું. આ ડ્રોન સીધું જહાજના એન્જિન રૂમમાં અથડાતા જોરદાર વિસ્ફોટ થયો અને જોતજોતામાં જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ જહાજ પર કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 16 ભારતીયો હતા; કમનસીબે આ હુમલામાં એક ભારતીયનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય સભ્યોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

Drone Attack on Oil Tanker Oman

હૉર્મુજ જલડમરૂમધ્ય પાસે સંકટ

આ હુમલો વિશ્વના સૌથી મહત્વના તેલ વેપાર માર્ગ ગણાતા હૉર્મુજ જલડમરૂમધ્ય (Strait of Hormuz) પાસે થયો છે, જ્યાં ઓમાન મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, જહાજમાં આશરે 59,463 મેટ્રિક ટન જેટલો તોતિંગ કાર્ગો ભરેલો હતો. હાલમાં અમેરિકાના B-2 બોમ્બરો દ્વારા ઈરાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના વળતા જવાબમાં ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજોને ગંભીર ધમકી આપી હતી અને માનવામાં આવે છે કે આ હુમલો તે જ તણાવનું સીધું પરિણામ છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આ ભીષણ યુદ્ધને કારણે હવે આંતરરાષ્ટ્રીય જળસીમા પણ સુરક્ષિત રહી નથી.

જો આ પ્રકારે હુમલા ચાલુ રહેશે તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં મોટો વિક્ષેપ પડી શકે છે અને પરિણામે તેલના ભાવ આસમાને પહોંચીને વિશ્વના અર્થતંત્ર પર મોટું જોખમ ઊભું કરી શકે છે.


આ પણ વાંચો: ઇઝરાયલી હુમલાના ડરથી લેબનોનમાં નાસભાગ, 31 લોકોના મોત, રોડ ટ્રાફિક જામ

આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું

આ પણ વાંચો: ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો