Junagadh News/ જૂનાગઢમાં ACBનું લાંચનું છટકુ: રૂ.3.50 લાખ લેતા શખ્સ ઝડપાયો

જૂનાગઢમાં ACB ટ્રેપ (Junagadh ACB Trap)માં રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા 54 વર્ષીય એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Gujarat Others
ACB ટ્રેપ (Junagadh ACB Trap)માં રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા 54 વર્ષીય એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે

Junagadh News : જૂનાગઢમાં ACB ટ્રેપ (Junagadh ACB Trap)માં રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા 54 વર્ષીય એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ લીમડા ચોક નજીક દિવાન ચોકની બાજુમાં જાહેર રોડ પર છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, આરોપી કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી, ઉંમર 54 વર્ષ, જુનાગઢમાં મજૂરી કામ કરે છે. ACB (Anti Corruption Bureau)ની કાર્યવાહી દરમિયાન તેણે ફરિયાદી પાસેથી રૂ.3.50 લાખની રકમ સ્વીકારી હતી. આ સમગ્ર રકમ ACB દ્વારા સ્થળ પરથી રિકવર કરવામાં આવી છે.

ગૌચર જમીનના દબાણની અરજીનો મામલો

આ કેસની શરૂઆત ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચર જમીનમાં દબાણ કર્યાની અરજીથી થઈ હતી. આરોપીએ આ અંગે TDO કચેરીમાં અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ મુજબ, આ અરજી પરત ખેંચી લેવાની તેમજ તલાટી અથવા TDO કચેરી તરફથી આગળ કોઈ કાર્યવાહી ન થાય તે માટે બાંહેધરી આપવાના બદલામાં આરોપીએ મોટી રકમની માંગણી કરી હતી.

રૂ.5.25 લાખની માંગણી, અગાઉ પણ રકમ લીધી

ACBની માહિતી પ્રમાણે, સમગ્ર મામલામાં કુલ રૂ.5.25 લાખની લાંચ (Bribe Case)ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી શરૂઆતમાં રૂ.25 હજાર અને ત્યારબાદ રૂ.1.50 લાખ લેવામાં આવ્યા હતા.

બાકીની રૂ.3.50 લાખની રકમ 22 સપ્ટેમ્બરના રોજ આપવાનું નક્કી થયું હતું. આ અંગે ફરિયાદ મળ્યા બાદ ACBએ કાર્યવાહી માટે આયોજન કર્યું હતું.

રૂ.3.50 લાખ સ્વીકારતા સ્થળ પરથી ઝડપાયો

ફરિયાદના આધારે ACBની ટીમે લીમડા ચોક, દિવાન ચોકની બાજુમાં જાહેર રોડ પર લાંચના છટકાનું આયોજન કર્યું હતું. નક્કી કરેલી રકમ ફરિયાદી પાસેથી સ્વીકારતા આરોપી કરશનભાઈ સોલંકીને ACBની ટીમે ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન રૂ.3.50 લાખની લાંચની રકમ સંપૂર્ણપણે રિકવર કરવામાં આવી છે. હવે ACB દ્વારા સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો :  20 વર્ષ જૂના લાંચ કેસમાં મોટો વળાંક, સુપ્રીમ કોર્ટે રેલવે અધિકારીને કર્યો નિર્દોષ જાહેર

આ પણ વાંચો : ગાંધીનગર ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, NOC રિન્યૂઅલમાં ACBનો સપાટો

આ પણ વાંચો :   ₹21 હજારની લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા, પોઝિટિવ રિપોર્ટ માટે માગી હતી લાંચ