World News/ યમન સંઘર્ષમાં મોટો ધડાકો; હૂતૂઓએ મોચા પર મેળવ્યો કબજો, વૈશ્વિક વેપાર માર્ગ સામે સંકટ

Yemenમાં ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓના મોચા પર કબજાના અહેવાલથી તણાવ વધ્યો છે. બાબ અલ-મંદેબ નજીક હુતીની વધતી પકડ અને સઉદી અરેબિયા સાથેના સંઘર્ષની સંપૂર્ણ માહિતી જાણો.

international Top Stories World
Yemen

Yemen Houthi Mocha Capture: યમનમાં ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રના મહત્વના બંદર શહેર મોચા પર કબજો કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. યમન સરકારના ત્રણ અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મોચા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બાબ અલ-મંદેબ જળમાર્ગથી 50 માઈલથી પણ ઓછા અંતરે આવેલું છે. ગુરુવારે સવારે યમનના સરકારી દળો શહેરમાંથી પાછળ હટ્યા બાદ હુતી લડાકુઓએ મોચામાં પ્રવેશ કર્યો હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ શહેરમાં હુતી લડાકુઓની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા.

હુતી વિરોધી દળનો અલગ દાવો

મોચા પર નિયંત્રણ હુતી સંગઠન માટે વ્યૂહાત્મક રીતે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. જોકે હુતી સામે લડી રહેલા નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ ઘટનાને લઈને અલગ દાવો કર્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ તેના એક કમાન્ડરે સૈનિકોની ટુકડી સાથે મોચામાં પ્રવેશ કર્યો હતો અને હુતી વિરોધી ગઠબંધન સાથે મળીને શહેરની સુરક્ષા ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંગઠને હુતીના નૌસૈનિક દળો સાથે અથડામણ થઈ હોવાનો દાવો પણ કર્યો છે.

Yemen

બાબ અલ-મંદેબ પર વધી રહી છે નજર

યમનના(Yemen) સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હુતી હવે બાબ અલ-મંદેબ જળમાર્ગ નજીક પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમાં છે. મોચા અને ધુબાબ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તેમની કોશિશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાબ અલ-મંદેબ લાલ સમુદ્રનો દક્ષિણ પ્રવેશદ્વાર છે અને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાય છે.

સઉદી અરેબિયા સાથે પણ તણાવ વધ્યો

હુતી વિદ્રોહીઓ અને સઉદી અરેબિયાના સમર્થનવાળા યમનના(Yemen) સરકારી દળો વચ્ચે પણ તાજેતરના દિવસોમાં સંઘર્ષ વધ્યો છે. 2022માં સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ યમનમાં હિંસા મોટા પ્રમાણમાં ઘટી હતી, પરંતુ હવે સ્થિતિ ફરી તંગ બનતી દેખાઈ રહી છે. હુતીઓએ સઉદી અરેબિયા પર યમનના અનેક વિસ્તારોમાં હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે, જોકે સઉદીએ આ દાવાઓની પુષ્ટિ કરી નથી.

Yemen

સઉદી શહેરોમાં ઈમરજન્સી એલર્ટ

સઉદી અરેબિયાના ખમીસ મુશૈત શહેરમાં 24 કલાકની અંદર ચોથી વખત ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી છે. સઉદી નેતૃત્વવાળા ગઠબંધનના જણાવ્યા પ્રમાણે, તાજેતરના હુતી(Yemen) હુમલામાં દેશના ચાર દક્ષિણ શહેરોમાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ હુતીઓએ ખમીસ મુશૈતના એરબેઝ અને આસપાસના તેલ સંબંધિત ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.


આ પણ વાંચો: ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાવાની ખતરનાક ઘટના, નોર્વેના PMએ કરી પુષ્ટિ

આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો

આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી