Entertainment News : બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે (Akshay Kumar) પોતાના 59 મા જન્મદિવસે ફેન્સને એક મોટું સસ્પેન્સ ગિફ્ટ આપ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સનો આભાર માનવાની સાથે અક્ષયે પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ (Haiwaan) માંથી તેના અનોખા રોલનો સંકેત આપ્યો છે. અભિનેતાના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં દર્શકોને તેનો એવો અવતાર જોવા મળશે જે અગાઉ ક્યારેય રૂપેરી પડદે જોવા મળ્યો નથી.
Akshay Kumar : ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી વધાર્યું સસ્પેન્સ
પોતાના ખાસ દિવસે અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય વિચાર શેર કરતાં લખ્યું કે, જે વસ્તુ દેખાવમાં ખરાબ લાગે છે તે જરૂરી નથી કે ખરાબ જ હોય, અને જે સુંદર દેખાય છે તે સારું જ હોય તે પણ જરૂરી નથી. ‘હૈવાન’ ફિલ્મે તેને આ નવો દ્રષ્ટિકોણ શીખવ્યો છે. તેમણે ઉમેર્યું કે આ શુક્રવારે તે દર્શકો સામે પોતાની એવી બાજુ રજૂ કરવા જઈ રહ્યો છે જે સૌ કોઈ માટે સરપ્રાઈઝિંગ હશે.
CBFC તરફથી લીલી ઝંડી, સેન્સર બોર્ડે આપ્યું U/A 16+ રેટિંગ
રિલીઝ પહેલા જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મ ‘હૈવાન’ને મંજૂરી આપી દીધી છે. સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મનો કૂલ રનટાઈમ 2 કલાક અને 44 મિનિટ (164 મિનિટ) નો રહેશે, જે દર્શકોને સિનેમાઘરોમાં સીટ સાથે જકડી રાખશે.
17 વર્ષ પછી અક્ષય-સૈફની જોડીનો વિસ્ફોટ
પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 2016ની પ્રખ્યાત મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ (Oppam) પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન 2008ની ફિલ્મ ‘ટશન’ બાદ પૂરા 17 વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ બે સિવાય સૈયામી ખેર અને બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.
આ પણ વાંચો : વિજય સાળગાંવકર ફરી ફસાયો? ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું વિસ્ફોટક ટ્રેલર રિલીઝ
આ પણ વાંચો :શરત સક્સેનાની ગંભીર સર્જરી પહેલાં MRI, 4 તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
આ પણ વાંચો :કિયારા-સિદ્ધાર્થથી પરિણીતિ-રાઘવ સુધી, AIએ બતાવ્યો 80ના દાયકાનો રેટ્રો લુક
