પ્રતિક્રિયા/ ટીમ ઈન્ડિયામાં સિલેક્શન બાદ સરફરાઝ ખાને આપી પ્રતિક્રિયા,જાણો

ઘણા સમયથી ઇન્ડિયાની ટીમમાં પસંદગી થતી ન હતી જેના લીધે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને સપોર્ટ કરીને પસંદગી બોર્ડ પર સવાલ ઉઠાવ્યા હતા.

Top Stories Sports
8 4 ટીમ ઈન્ડિયામાં સિલેક્શન બાદ સરફરાઝ ખાને આપી પ્રતિક્રિયા,જાણો

મુંબઇના સ્ટાર બેટસમેન સરફરાઝ ખાનની આખરે ભારતીય ટીમમાં પસંદગી થઇ ગઇ છે. ઘણા સમયથી ઇન્ડિયાની ટીમમાં પસંદગી થતી ન હતી જેના લીધે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને સપોર્ટ કરીને પસંદગી બોર્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. તે ઘરેલું ક્રિકેટમાં ખુબ સારૂ રમી રહ્યો છે.રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ઈજા બાદ BCCI દ્વારા ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરાયેલા ત્રણ ખેલાડીઓમાંથી એક સરફરાઝ છે.

ઉલ્લેખનીય છે કે સિલેક્ટ થયા બાદ 26 વર્ષીય સરફરાઝની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેણે મુંબઈના સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી તેના હેન્ડલ પર ફરીથી રીપોસ્ટ કરી હતી.સૂર્યકુમારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર સરફરાઝને શુભેચ્છા પાઠવી હતી. સરફરાઝે પ્રખ્યાત બોલીવુડ ફિલ્મ ઈકબાલના બેકગ્રાઉન્ડ મ્યુઝિક ‘આશાએ’ સાથે આ પોસ્ટને રિપોસ્ટ કરી હતી. સરફરાઝની પસંદગી પર તેના પિતા નૌશાદ ખાને BCCI, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નો આભાર માન્યો હતો. તેણે કહ્યું, તમે બધા જાણો છો કે આજે સરફરાઝનું નામ ટેસ્ટ ટીમમાં આવી ગયું છે. હું દરેકનો આભાર માનવા માંગુ છું