અમરેલી લેટરકાંડ/ અમરેલીના લેટરકાંડ વિશે BJPના પૂર્વ સાંસદ મેદાનમાં, CM અને ગૃહમંત્રીને શું કહ્યું જાણો

ભાજપ(BJP)ના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એક વીડિયો જાહેર કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “આ ઘટનાથી હું ખૂબ જ શરમિત છું અને તે ખુબજ નિંદનીય છે.

Gujarat Others Politics

અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપ(BJP)ના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી જેણે પોલીસની બેદલત અને અમરેલી પોલીસની કાર્યવાહી વિરૂદ્ધ ન્યાય માટે અપીલ કરી હતી, તેના પર હવે રાજકીય અને સામાજિક આગેવાનોની પણ આંખ પડી છે.

નારણ કાછડિયાએ એક વીડિયો જાહેર કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “આ ઘટનાથી હું ખૂબ જ શરમિત છું અને તે ખુબજ નિંદનીય છે. દરેક સમાજના માટે આ એવી ઘટના છે, જેના કારણે માથું શરમથી ઝૂકી જાય છે.”આ સાથે નારણ કાછડિયાએ અમરેલી પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે, “જોકે આ કૃત્યમાં અમરેલી પોલીસ કોઈના ઈશારે સામેલ છે, આ પધ્ધતિથી પોલીસ એ જ રૂપ દર્શાવ્યું છે, જેના પરિણામે પોલીસમાંથી ગુજરાતના માથે શરમ આવી છે.”

છેલ્લાં 30 વર્ષમાં ક્યારેય ન બની હોય એવી ઘટના અમરેલીમાં બની છે. જેનાથી પાર્ટીને નુકસાન તો થયું જ છે. પરંતુ, પાર્ટીના તમામ નેતાનું માથું પણ શરમથી ઝૂકી ગયું છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સી.આર પાટીલને અપીલ કરૂ છું કે, આ મામલે ખરેખર તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ તેમજ પાણીનું પાણી થવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું, “એલેકશન અને રાજકીય અસરના દૃષ્ટિએ આ કાર્યવાહી કરાઈ છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સી.આર. પાટીલને વિનંતી કરું છું કે આ મામલામાં કડક તપાસ કરવામાં આવે અને સત્યને બહાર લાવવાનું જરૂરી છે.” સંપૂર્ણ રાજ્ય અને ખાસ કરીને અમરેલીમાં આ કિસ્સો ઘણી ચર્ચાઓનો વિષય બની ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કૌશીક વેકરિયાને બદનામ કરતો લેટર: ભાજપના નેતાઓને કુરિયર કર્યાના CCTV ફૂટેજથી થયો ખુલાસો

આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના જામીન મંજૂર થતા કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમરેલીના લેટર કાંડના પડઘા સુરતમાં, મીટિંગ પહેલા જ સરકારે કર્યુ દબાણ