Not Set/ વર્તમાન સમયમાં સરકારો ભલે બદલાય પણ અભ્યાસક્રમ યથાવત રહેવો જોઈએ

જોકે આમેય ભાવિ પેઢીના શિક્ષણને અભણ નેતાઓ જ્યારે શિક્ષણ નીતિમાં બદલાવની વાતો કરી ગુમરાહ કરે છે ત્યારે સમય હવે પરિવર્તનનો આવ્યો છે.

Gujarat Others

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરની આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે તેમાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ મતભેદ અને મનભેદ ભૂલીને એક થવાની જરૂર છે. જેથી સરકારો ભલે બદલાય પણ શિક્ષણના અભ્યાસક્રમો બદલવા ના જોઈએ. IPS તથા આઈ.ઈ.એસ.ની જેમ પરીક્ષા લઈને તેમાં નિપુર્ણતા સાથે ઉજ્વળ દેખાવ કરનાર શિક્ષણક્ષેત્રના ભાવીને ઉજાગર કરે તેવા શિક્ષણવિરોને જવાબ દારી સોંપી નબળા શિક્ષણના કલંકને મિટાવવાની જરૂર છે. એમ શનિવારે હિંમતનગર ખાતે આવેલા ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકની બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર નીડર અને સ્પષ્ટ વક્તા એવા ડોક્ટર દિપક રાજગુરુ અને આચાર્ય સંઘની બેઠકના લોકપ્રિય ઉમેદવાર મહેશ પંડયાએ સંચાલક મિત્રોને અનુરોધ કરી વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું. જોકે આમેય ભાવિ પેઢીના શિક્ષણને અભણ નેતાઓ જ્યારે શિક્ષણ નીતિમાં બદલાવની વાતો કરી ગુમરાહ કરે છે ત્યારે સમય હવે પરિવર્તનનો આવ્યો છે. જેથી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા શિક્ષણ વિદોએ જાગવાની જરૂર છે નહીં તો ભાવિ પેઢી બનીબેઠેલા શિક્ષણના બદલવનો ઝંડો લઈને ફરતા તકવાદીઓને માફ નહિ કરે.

આમેય હાલ જો શિક્ષણ માત્રને માત્ર ડીગ્રી પૂરતું સીમિત છે અને સમય તથા નાણાંનો  વ્યય કરી ડીગ્રી ના પ્રમાણપત્રો લઈને ફરતા યુવાનોને રોજગારી મળતી નથી. જેના માટે જો કોઈ જવાબદાર હોય તો તે વર્તમાન શિક્ષણનીતિ છે. માટે હજુપણ સમય છેકે જાગો અને ધ્યેય માટે ચિંતા કરીને શિક્ષણમાં આમૂલ પરિવર્તન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

મહેશ પંડયા એ ઉપસ્થિત સંચાલક મિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે અત્યારે શિક્ષણમાં પરિવર્તનની જરૂર છે. અને કોરોનાએ  વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કપરા સમયમાં લગભગ દોઢ વર્ષથી ઘરમાં પુરાઈ રહેલા નિર્દોષ ભૂલકાઓની મનોવ્યથાની આછેરી ઝલક આપીને સરકારે જે માસપ્રમોશન આપી દીધું છે તેના કારણે ભવિષ્યમાં આ બાળકોને કેટલું સહન કરવાનો થશે તેની કલ્પના રજૂ કરી હતી.

ગોધરા / ગણેશ વિસર્જન બાદ તળાવો પુરવાની જવાબદારી કોની ? 

પંજાબ / સિદ્ધુ દેશ માટે ખતરનાક છે, પાકિસ્તાન સાથે સંબંધ છે, સીએમ બનવા નહિ દેવાય : કેપ્ટન અમરિંદર સિંહ