Gujarat Rain Alert/ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: આણંદ, નવસારી,મહેસાણા અને પાટણમાં શાળા-કોલેજો બંધ, તંત્રે જાહેર કરી રજા

Gujarat Rain Holiday: ભારે વરસાદની આગાહી વચ્ચે આણંદ, નવસારી,મહેસાણા અને પાટણ જિલ્લામાં શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં મહત્વનો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Rain Holiday: વરસાદી એલર્ટ વચ્ચે ત્રણ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ, વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ

Gujarat Rain Alert: ગુજરાતમાં સતત વરસાદ અને આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ (Gujarat Rain Holiday) રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આણંદ, નવસારી,મહેસાણા અને પાટણ જિલ્લા વહીવટી તંત્રે આવતીકાલે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.

આણંદ જિલ્લામાં શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળા-કોલેજો તેમજ આંગણવાડી કેન્દ્રો બંધ (Gujarat Rain Holiday) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સૌથી મહત્વની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને પણ બાળકોને અનિવાર્ય કારણ વિના બહાર ન મોકલવાની અપીલ કરવામાં આવી છે.

Gujarat Rain Holiday: નવસારીમાં સતત ચોથા દિવસે રજા

પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. NDRF, SDRF અને અન્ય બચાવ દળો સતત રાહત અને રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા છે. જિલ્લા તંત્રએ લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

મહેસાણામાં પણ રજા જાહેર

મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કામગીરી સ્થગિત રાખવામાં આવશે. નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

પાટણમાં પણ રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ જાહેર કરીને પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા (Gujarat Rain Holiday) જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેમની સલામતી જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આદેશ મુજબ, જિલ્લાના તમામ શાળાના આચાર્યોને વાલીઓને રજાની જાણકારી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. શાળા સંચાલકોને પણ તંત્રના આ નિર્ણયનું પાલન કરવા જણાવાયું છે.

રેડ એલર્ટ વચ્ચે વાવ-થરાદમાં મોટો નિર્ણય

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર મયુર મહેતાએ જાહેરાત કરી છે કે આવતીકાલે જિલ્લામાં તમામ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આ અંતર્ગત આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એલર્ટ વચ્ચે ખેડામાં મોટો નિર્ણય

ભારે વરસાદની આગાહીને પગલે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

એલર્ટ વચ્ચે બનાસકાંઠામાં મોટો નિર્ણય

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશથી આવતીકાલે 25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક, ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વરસાદની સંભાવના વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સતત હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈપણ ઈમરજન્સીમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં 25 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે તંત્રનો નિર્ણય

આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર