ગોધરા ખાતે ગણેશ વિસર્જન માટે ન્યુઈરા હાઈસ્કૂલની સામે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું, આ કુત્રિમ તળાવમાં માસૂમ ભૂલકાઓ ડૂબકીઓ મારીને નાહી રહયા છે. આ માસૂમ ભૂલકાઓના આનંદના આ દ્રશ્યોમાં ક્યાંક ગોઝારો બનાવ બને તો આ માટે ગોધરા નગર પાલિકા વહીવટી તંત્રના સત્તાધીશો જવાબદાર ગણાશેનો ગણગણાટ સ્થાનિક રહીશો અને રસ્તે પસાર થતા રાહદારીઓ પણ આ દ્રશ્યો જોયા બાદ જણાવી રહયા છે.

ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન માટે શહેરમાં સાત સ્થળોએ ગોધરા નગર પાલિકા દ્વારા કુત્રિમ તળાવો બનાવીને પાણીથી ભરવામાં આવ્યા હતા. ગોધરા શહેરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ આ તળાવના પાણી ખાલી કરીને પુરાણ કરી દેવાની ગોધરા નગર પાલિકાની આ જવાબદારીઓની આડશોમાં ન્યુઈરા હાઈસ્કૂલની સામે આવેલા આ કુત્રિમ તળાવના પાણીમાં માસૂમ ભૂલકાઓ આનંદ સાથે ડૂબકીઓ લગાવીને જે પ્રમાણે નહાઈ રહયા છે. આ ગમેત્યારે ગોઝારા બનાવ ને આમંત્રણ આપે એવા છે.!! સાથોસાથ શહેરમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા વિગેરે રોગોની વ્યાપક ફરીયાદોની ચિંતાઓ વચ્ચે પાણીથી ભરેલા આ કુત્રિમ તળાવો પણ મચ્છરોના ઉપદ્રવનું કેન્દ્ર બન્યા હોવાની સ્થાનિક રહીશો ફરીયાદ સાથે જણાવી રહયા છે.

જો કે ગોધરા શહેરમાં પ્રજાજનોની કોઈપણ સમસ્યાઓ પ્રત્યે હમેંશા બેદરકાર રહેનારા ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલના આ બેજવાબદાર વહીવટમાં ગણેશ વિસર્જન બાદ પાણીથી ભરાયેલા આ કુત્રિમ તળાવોને ખાલી કરીને પુરાણ કરવાની આ આડશો વચ્ચે ક્યાંક ગોઝારો બનાવ બને તો આ માટે ચીફ ઓફિસર જવાબદાર રહેશેનો આક્રોશ વ્યક્ત થઈ રહયો છે.
Punjab New CM / સુનીલ જાખર પંજાબના નવા મુખ્યમંત્રી બની શકે છે
પંજાબ / સિદ્ધુ દેશ માટે ખતરનાક છે, પાકિસ્તાન સાથે સંબંધ છે, સીએમ બનવા નહિ દેવાય : કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબ CM રાજીનામું / પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પર ભાજપે કર્યો કટાક્ષ કહ્યું,…
