ગુજરાતમાં પોલીસ જવાનોની અનેકવાર દાદાગીરી કરતા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, ત્યારે આ કિસ્સામાં વધુ એક ખાખી વર્ધીને લાંછન લગાડતી ઘટના સામે આવી છે.
હવે ગુજરાતના અમદાવાદમાં દંડના નામે ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે. ખમાસા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ જવાને એક યુવકને બેરહેમીથી માર માર મારી તેમજ બિભત્સ ગાળો આપી હાવોની ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. હાલ આ મામલે પોલીસે ટ્રાફિક જવાન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા યુવક દંડ ભરવા તૈયાર હતો. યુવક પાસે દંડ ના 1,500 રૂપિયા ન હોવાથી 500 રૂપિયા આપીને અન્ય રૂપિયા સંબંધીના ઘરેથી મંગાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસે ચાલક સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, વાહન ચાલકને લાફા મારીને ગુપ્ત ભાગે લાત મારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.
